<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 30th November 2024

ભાવનગરમાં સાડા ત્રણ લાખના દારૂ બિયર ભરેલા ટ્રક સાથે એક ઝડપાયો

 

ભાવનગર તા.૩૦: એલસીબી પોલીસ સ્‍ટાફ  ગ્રામ્‍ય વિસ્‍તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે, રમેશ ઉર્ફે બાદશાહ ગોહેલ ( રહે. મફતનગર, સ્‍ટીલ કાસ્‍ટ પાસે, રૂવાપરી રોડ, ભાવનગર) ટ્રકની અંદર વિદેશી દારૂ અને બિયરનો જથ્‍થો ભરી ભાવનગર તરફ આવી રહ્યો છે. આ બાતમીના આધારે એલસીબી ટીમ કાળા તળાવ ગામ નજીક સનેસ તથા નિરમા ચોકડી તરફ જતા ત્રણ રસ્‍તા પર વોચ ગોઠવી આ સ્‍થળેથી પસાર થઈ રહેલ અશોક લેલેન્‍ડ કંપનીના ટ્રક નં.જી.જે.૨૭ - ટી.ડી. - ૨૪૫૪ ને અટકાવી ટ્રકમાં તપાસ કરતા ટ્રકની અંદર વિદેશી દારૂ અને બિયરનો જથ્‍થો મળી આવ્‍યો હતો. એલસીબી પોલીસે ટ્રકને એલસીબી ઓફિસે લાવીને તપાસ કરતા ટ્રકની અંદર દારૂની નાની મોટી ૩૬૦ બોટલ તેમજ બીયરના ટીન નંગ-૨૪ બંનેની કુલ કિંમત રૂ.૩,૪૪,૮૮૮/- મળી આવી હતી.

એલસીબી પોલીસે ઇંગ્‍લિશ દારૂ તેમજ બિયરનો જથ્‍થો, ૧ મોબાઈલ ફોન અને ટ્રક મળી કુલ રૂ.૧૩,૪૪,૮૮૮/- ના મુદ્દામાલ સાથે રમેશ ઉર્ફે બાદશાહ તળશીભાઇ ગોહેલ (રહે. મફતનગર, સ્‍ટીલ કાસ્‍ટ પાસે રૂવાપરી રોડ ભાવનગર) ની ધરપકડ કરી તેની વિરુદ્ધ વેળાવદર ભાલ પોલીસ મથકમાં ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

(11:04 AM IST)