તા. ૨૬ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક વદ – ૨ ગુરૂવાર
News of Saturday, 30th November 2024
શુક્રવારે માળીયાહાટીનામાં રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિના સમુહલગ્ન
૧૧ નવદંપતિ પ્રભુતામાં પગલા માંડશે સમાજના આગેવાનો તેમજ : પુ. મુકતાનંદબાપુ પુ.જેન્તિરામબાપા સહિતના સંતો આશિવર્ચન પાઠવશે

(વિનુજોશી દ્વારા) જૂનાગઢઃ તા. ૩૦: જય પરશુરામ યુવા સોશ્યલગ્રૂપ રાજગોર બ્રાહ્મણ (કાઠીગોર) મોરીચક વિસ્તાર દ્વારા આગામી તા. ૬ ડીસે.ને શુક્રવારના રોજ હાટીક્ષત્રિય સમુહ લગ્ન ગ્રાઉન્ડ સાસણરોડ માળીયાહાટીના ખાતે બારમાં સમુહલગ્નનું આયોજન કરેલ છે.લગ્નવિધી શાસ્ત્રી ભાવેશભાઇ દવે કરાવશે.
આ સમુહલગ્નમાં ૧૧ નવદંપતિ પ્રભુતામાં પગલા માંડશે સવારે ૫ કલાકે જાન આગમન ૯-૩૦ કલાકે સામૈયા ૧૦ વાગ્યો હસ્તમેળાપ અને ભોજન સમારંભ અને સાંજે ૪ કલાકે મંગલવિદાય આ પ્રસંગે પુ. મુકતાનંદબાપુ પુ. જેન્તીરામબાપા નિલકંઠચરણ સ્વામી રામબાલકદાસ બાપુ જગુરામબાપા સુખદેવબાપુ નિજસ્વરૂપાનંદજી જોષી બાપા સહિતના સંતોમહંતો આશિવર્ચન આપશે.
(1:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
