તા. ૨૬ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક વદ – ૨ ગુરૂવાર
News of Saturday, 30th November 2024
પોરબંદરમાં દવે ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ભાગવત સપ્તાહમાં ગોવર્ધન પુજા ઉત્સવ ઉજવાયોઃ ગિરિરાજને પ૬ ભોગ
આરતીમાં વિવિધ સમાજના આગેવાનો સહિત બહોળી સંખ્યામાં લોકો જોડાયા

પોરબંદર તા. ૩૦: ભાગ્યવિજય હિંમતલાલ દવે ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજીત શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં શ્રી ગોવર્ધન પૂજા ઉત્સવ ઉજવાયો, જેમા પ્રભુ શ્રી ગિરિરાજજીને ૫૬ ભોગ ધરાવવામાં આવ્યો અને ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ભાગવત કથામાં વિવિધ સમાજના ના લોકોએ આરતી નો લાભ લીધો જેમાં ગુર્જર સુથાર સમાજ વાણિયા સમાજ મોચી સમાજ તથા સમસ્ત ખારવા સમાજ, ખવાસ સમાજ, સોરઠી/રાજપૂત સમાજ, કોળી સમાજ, મોચી સમાજ,વાલ્મીકિ સમાજ પ્રમુખ, દિલીપભાઈ, વજુભાઈ જોડાયાં હતાં.
સમય ગ્રુપ, ગઢવી ચારણ સમાજ ઇન્ટરનેશનલ લોહાણા મહિલા મંડળ, શ્રી પવનભાઈ શિયાળ વાણોટ શ્રી સમસ્ત ખારવા સમાજ (પોરબંદર ) તથા પંચ પટેલશ્રીઓ સંઘ વિભાગ આર.એસ.એસ. પોરબંદર જિલ્લા પ્રચારક શ્રી વિવેકભાઈ તલાવીયા, ઉમેશભાઈ ઓડેદરા તાલુકા કાર્યવાહક સંઘ વિભાગ આર.એસ એસ સતિષભાઈ જોશી સહકાર્ય વાહક તાલુકા સંઘ વિભાગ આર.એસ એસ હાર્દિકભાઈ મેર તાલુકા નગર પ્રચારક સંઘ વિભાગ આરએસએસ અશ્વિન ભાઈ ઠાકર ટ્રસ્ટી શ્રી સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ+સમાજ ફાલ્ગુન ગુરુજી આચાર્ય શ્રી સાંદિપની વિદ્યાલય તથા સાંદિપની વિદ્યાલય ઋષિ કુમારો આરતીમાં જોડાયા હતાં.
ભાગવત કથાની આરતીમાં સુરેખાબેન શાહ તથા નીતા બેન વોરા, રાજીવ ભાઈ વ્યાસ, તુષારભાઈ પુરોહિત, વિજય ભાઈ ઉનડકટ, સુભાષ ભાઈ દવે પ્રમુખ દેવુભગત ટ્રસ્ટ, રમણીકભાઈ પુરોહિત - ટ્રસ્ટી શ્રી દેવુ ભગત ચેરીટેબલ ટ્રસ્ટ જોડાયાં હતાં.
ભાગવત કથામાં નિર્મલાબેન કારીયા પૂર્વ કાઉન્સિલર તથા કળપાબેન હિતેશભાઈ કારિયા કાઉન્સિલર પોરબંદર નગર પાલિકા ગાયત્રી પરિવાર સર્વે એ આરતી નો લાભ લીધો અને બધા લોકો એ સાથે મળી ને શ્રી શ્યામ ભાઈ ઠાકર ની અદભુત શૈલી મા શ્રી ભાગવત જી નુ રસ પાન કર્યું. આરતી બાદ મોટી સંખ્યામાં લોકો એ મહાપ્રસાદી નો લાભ લીધો હતો.
(11:33 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
