News of Saturday, 30th November 2024
ખંભાળિયા ખાતે સોનલ શક્તિ ડે નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનો ભવ્ય શુભારંભ
મઢડાથી પૂજ્ય ગીરીશઆપા અને હિરલમાના હસ્તે સમાજના અગ્રણીઓ ઉપસ્થિતિમાં દીપ પ્રાગટય : મોટી સંખ્યામાં ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા,તા.૩૦ : ખંભાળીયામાં આઈશ્રી સોનલધામ ટ્રસ્ટ તથા આઇ શ્રી સોનલ માં એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા શૈક્ષણિક હેતુસર સોનલ શક્તિ ડે નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
ગઈકાલે સાંજે ટુર્નામેન્ટનું દીપ -ાગટય મઢડાવાળા પ.પૂ.શ્રી ગિરીશ આપા તથા ખંભાળીયાના હિરલ માતાજી હસ્તે ગઢવી સમાજ અગ્રણીઓની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું આ તકે ચાર દિવસના આ ભવ્ય કાર્યક્રમમાં ચારણ ગઢવી સમાજના દાતાઓ સન્માનિત સહિત કાર્યકમ નું આયોજન કરવામાં આવ્યું છે.
આ કાર્યમાં જેટલું પણ ફંડ એકત્રિત થશે ખંભાળિયા ચારણ કુમાર છાત્રાલયમાં શૈક્ષણિક હેતુ માટે ફંડ ઉપયોગમાં કરવામાં આવશે આ કાર્યક્રમ માં દ્વારકા જામનગર પોરબંદર કચ્છ ભૂજ જુનાગઢ સહિતના વિસ્તારોમાંથી ગઢવી સમાજના ખેલાડીઓ જોડાયા છે.
વિશિષ્ટ રીતે યોજનારા આ ક્રિકેટ ટુર્નામેન્ટ એસ.કે.ક્રિકેટ ગ્રાઉન્ડ હરિપર ખાતે રાખવામાં આવ્યું છે મેન ઓફ ધી મેચ, બેસ્ટ બેટ્સમેન, બેસ્ટ બોલર, બેસ્ટ ફિલ્ડર તથા મેં ઓફ ધી સિરિઝને ટ્રોફી આપવામાં આવશે ખેલાડીઓને આ કાર્યક્રમને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
(1:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
