તા. ૨૬ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક વદ – ૨ ગુરૂવાર
News of Saturday, 30th November 2024
અમરેલી યાર્ડમાં મજુરી કામ કરનાર ઇસમની પ્રવેશ બંધી
કપાસમાં વાંધો ન પાડવા નાણાં માંગનાર

અમરેલી, તા. ૩૦: ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ, અમરેલીમાં એક ખેડૂત કપાસ વેંચવા લઈને આવેલ જે હરરાજીમાં વેંચાણ થતા વાહનનું વે-બ્રીજ વજન કરાવી ખરીદનાર વેપારીને કાંટે કપાસ ખાલી કરવા ગયેલ જયા વિક્રમ જીણાભાઈ વાળોદરીયા વાહન ખાલી કરવાની કામગીરી કરી રહેલ તે અન્વયે આ કપાસ સેમ્પલ મુજબ નથી જો ખાલી કરવો હોય, તો રૂપિયા આપવા પડશે એમ બે વખત રૂપિયાની માંગણી કરતા ખેડૂત દ્વારા તેમના કમીશન એજન્ટને જાણ કરતા કમીશન એજન્ટ દ્વારા સંસ્થાને જાણ કરેલ જે અન્વયે સંસ્થા દ્વારા તપાસ કરતા હકિકત સાચી જણાયેલ જે ગંભીર બાબતની નોંધ લઈ સંસ્થાના ચેરમેન શૈલેષભાઈ સંઘાણી દ્વારા વિક્રમ જીણાભાઈ વાળદોરીયા સામે દંડનીય કાયવાહીરૂપે અમરેલી મુખ્યયાર્ડ ચોગાનમાં કાયમી પ્રવેશબંધી જાહેર કરવામાં આવેલ છે તેમ યાદીમાં માર્કેટયાર્ડના સેક્રેટરી તુષાર હપાણીએ જણાવેલ છે.
(11:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
