<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 30th November 2024

સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં પવનના સુસવાટા સાથે ઠંડક વધી

અચાનક ઠંડીમાં વધારો થતા લોકોએ તાપણા અને ગરમ વષાોનો સહારો લીધો

રાજકોટ, તા., ૩૦: રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં આજે સવારના સમયે પવનના સુસવાટા સાથે ઠંડીનું પ્રમાણ વધ્‍યું હતું. જો કે લઘુતમ તાપમાનનો પારો સ્‍થિર છે.

દરરોજ મોડી રાત્રીના અને વહેલી સવારના સમયે ઠંડી સાથે શિયાળો જામવા લાગ્‍યો છે અને લોકો ગરમ વષાોનો અને તાપણાનો સહારો લઇ રહયા છે.

જો કે સવારે સુર્યનારાયણના દર્શન થતાની સાથે જ હુંફાળુ વાતાવરણ છવાઇ જાય છે.

જેમ જેમ દિવસ પસાર થાય છે તેમ તેમ ગરમી વધવા લાગે છે અને બપોરના સમયે ગરમીની વધુ અસર અનુભવાઇ રહી છે.

જામનગર

(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગર : બાજરા સંશોધન કેન્‍દ્ર જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુતમ તાપમાન ૧પ.પ ડીગ્રી, મહતમ તાપમાન ૩૦ ડીગ્રી, ભેજનું પ્રમાણ પ૯ ટકા, પવનની ગતી ૩.૯ કી.મી. રહી હતી

(2:31 PM IST)