તા. ૨૬ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક વદ – ૨ ગુરૂવાર
News of Saturday, 30th November 2024
ધોરાજીના તોરણીયા ગામે બીજે લગ્ન નક્કી થતા યુવતી હર્મીતાને જીજ્ઞેશે પતાવી દઇ ઝેર પી આપઘાત કરી લીધો
યુવક અને યુવતીની લાશ મળ્યા બાદ પોલીસ તપાસમાં ચોંકાવનારી વિગતો ખુલીઃ આરોપી જીજ્ઞેશ મૃતક હર્મીતાના મામાનો પુત્ર થાય છેઃ ધોરાજી પંથકમાં ચકચાર

(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજી, તા., ૩૦: ધોરાજી તાલુકાના તોરણીયા ગામે રહી મજૂરી કામ કરતા પરિવારની ૨૧ વર્ષની યુવતી હરમિત જીવનલાલ ડાભી જે ખેત મજૂરી કરી રહેલ હોય ખેતરમાં યુવતીના ગળાના ભાગે છરી ના તીક્ષણ ઘા લગાવી ગળું કાપી નાખવાની ઘટના બનતા આસપાસના સ્થાનિક લોકોએ લોહી લુહાણ હાલતમાં પડેલ યુવતી હરમિત ડાભીને ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે તાત્કાલિક ખસેડી હતી. અને ધોરાજી પોલીસ પણ હોસ્પિટલ ખાતે દોડી ગઈ હતી જ્યાં ફરજ પરના ડોક્ટરોએ પ્રાથમિક તપાસ કરતા યુવતી મળત્યુ પામી હોવાની જાહેર કર્યું હતું.
મરણ જનાર યુવતી પાસેથી જે આધાર કાર્ડ મળ્યું તેમાં હરમીત જીવનલાલ ડાભી ઉંમર વર્ષ ૨૧ રહેવાસી રાયધરા પુલ પાસે, સુપેડી, જાણવા મળ્યું હતું યુવતીની હત્યા કોણે કરી અને કેવા કારણોસર કરી તે અંગે પોલીસ તપાસ કરી રહી હતી ત્યારે જીજ્ઞેશ ઉર્ફે બાલો ટીડાભાઇ મકવાણા (રહે. તોરણીયા)ની ઝેરી દવા પીધેલ હાલતમાં લાશ મળી આવતા આ બનાવે ધોરાજી પંથકમાં ભારે ચર્ચા જગાડી હતી.
દરમિયાન આ બનાવ અંગે ધોરાજી તાલુકા પોલીસ મથકના પીઆઇ એલ.આર.ગોહીલ તથા સ્ટાફે તપાસ કરતા ચોંકાવનારી વિગતો ખુલી હતી. પોલીસ તપાસમાં હર્મીતાને જીજ્ઞેશ ઉર્ફે બાલો ટીડાભાઇ મકવાણા (રહે. તોરણીયા)એ ગળાના ભાગે ધારદાર હથીયારથી હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધી હતી.બાદમાં આરોપી જીજ્ઞેશે ત્યાંથી નાસી જઇ અન્ય જગ્યાએ જઇ ઝેરી દવા પી આપઘાત કરી લીધાનું ખુલ્યું હતું.
પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે આરોપી જીજ્ઞેશ મૃતક હર્મીતાના મામાનો પુત્ર થાય છે. મૃતક હર્મીતાના અમરનગર પાસે આવેલ દેવળકી ગામે લગ્ન નક્કી થયા હતા. પરંતુ઼ આરોપી જીજ્ઞેશને મૃતક હર્ર્મીતા સાથે લગ્ન કરવા હોય અને હર્મીતાના બીજે લગ્ન નક્કી થઇ જતા સારૂ નહિ લાગતા હર્મીતાને મોતને ઘાટ ઉતારી પોતે પણ ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો.
આ બનાવ અંગે મૃતક હર્મીતાના પિતા જીવણલાલ શામજીભાઇ ડાભી (રહે. તોરણીયા)એ આરોપી મૃતક જીજ્ઞેશ ઉર્ફે બાલો ટીડાભાઇ મકવાણા (રહે. તોરણીયા) સામે ફરીયાદ કરતા ધોરાજી તાલુકા પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૦૩ (૧) મુજબ ગુન્હો દાખલ કર્યો હતો. વધુ તપાસ ધોરાજી તાલુકાના પીઆઇ એલ.આર.ગોહીલ ચલાવી રહયા છે.
(12:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
