તા. ૨૬ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક વદ – ૨ ગુરૂવાર
News of Saturday, 30th November 2024
મોરબી જીલ્લામાં ખનીજ ચોરી અટકાવવા સરપંચ જુથ મેદાને

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી, તા., ૩૦: વર્ષોથી મૂલ્યવાન કુદરતી સંપદાને નુકસાન કરવામાં આવી રહ્યું છે.જેમાં મોરબી જિલ્લામાં ખનીજ ચોરી અટકાવવા સરપંચ જૂથના નેજા હેઠળ સરપંચોએ ખનીજ ચોરી અટકાવવા કલેકટરને રજુઆત કરી છે.
મોરબી જિલ્લા સરપંચ જૂથ હેઠળ સરપંચોએ જિલ્લા કલેકટરને રજુઆત કરી છે કે, મોરબી જિલ્લામાં ખનીજ માફિયા બેફામ બન્યા છે અને મોટાપાયે ખનીજચોરી કરીને પંચાયત તેમજ સરકારી તિજોરીને મોટું નુકસાન કરી રહ્યા છે. મોરબી જિલ્લામાં ખનિજચોરી અટકવવામાં જિલ્લા ખાણ ખનીજ વિભાગ સદંતર નિષ્ફળ નીવડ્યું છે. ખાણ ખનીજ વિભાગ ખનિજચોરી કરનાર ખનીજ માફિયા સામે કડક કાર્યવાહી કરવાને બદલે પંચાયત દ્વારા થતા લોકહિતના કામોમાં રેડ પાડીને પોતાની પીઠ જાતે જ થાબડી લે છે. તાજેતરમાં બનેલા આવા જ કિસ્સામાં ગોર ખીજડિયા અને લજાઈ ગામે લોકહિતના કામો માટે અવરજવર કરતા વાહનોને દંડ કરવામાં આવ્યો હતો. તેથી આવી કામગીરી કરનાર ખાણ ખનીજ વિભાગ સામે તેમજ મોરબી જિલ્લાને ખનીજ માફિયાથી બચાવવાની માંગ કરી છે
(12:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
