તા. ૨૬ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક વદ – ૨ ગુરૂવાર
News of Saturday, 30th November 2024
સોમવારથી જૂનાગઢના શ્રી ભુતનાથ મહાદેવ મંદિરે ગોૈશાળાના લાભાર્થે ભાગવત કથા
વ્યાસાસને ડો.મહાદેવપ્રસાદ મહેતાઃ મહેશગીરી બાપુની આગેવાનીમાં તડામાર તૈયારી

(વિનુ જોશી દ્વારા ) જૂનાગઢ તા. ૩૦: સમગ્ર જૂનાગઢનગર દ્વારા ગોૈશાળાના લાભાર્થે મહંતશ્રી મહેશગીરીબાપુના માર્ગદર્શન હેઠળ આગામી તા.૨. ડીસે. ને સોમવારથી ભુતનાથ મહાદેવ મંદિરે સપ્તાહ જ્ઞાનયજ્ઞનો પ્રારંભ થઇ રહ્યો છે.
જેમાં પુ.મહાદેવપ્રસાદ મહેતા વ્યાસાસને ને બિરાજી પોતાી આગળ શૈલીમાં સંગીતની સુરાવલી સાથે દરરોજ બપોરે ૩-૩૦ થી ૬-૩૦ કથાનું રસપાન કરાવશે.
પુ.મહેશગીરીબાપુએ જણાવ્યું હતું કે ગામ એટલે જ્ઞાનરૂપી પ્રકાશનું કિરણ આ ગામ અજ્ઞાનરૂપી અંધકારથી વ્યાપત છે અધ્યાત્મ પથના પથિક બનવા માટે ગાયનું ગાત્રમાં આગમન થવુ જરૂરી છે. અધ્યાત્મનો પ્રકાર સાધનદ્વારા સાધકમાં પ્રગટે એવું એક સાધન કથા શ્રવણ છે સોરઠધરાની દતગિરનારીની ભુમીમાં શ્રીભુતનાથ મહાદેવ ના સાનિધ્યમાં જૂનાગઢનગરના યજમાન પદે ગોૈશાળાના લાભાર્થે શાસ્ત્રોના જ્ઞાતા વિજ્ઞાન વકતા વિદ્યાવાયસ્યતિ ડો. મહાદેવ પ્રસાદ મહેતા પીએચડી ડી. લીટ) ના વ્યાસાસને કથામૃતનું રસપાન કરાવશે.
સોમવારે બપોરે ૧ કલાકે પોથીયાત્રા નિકળશે અને સંતો મહંતોની ઉપસ્થિતિમાં દિપપ્રાગટય સાથે બપોરે કથાનો પ્રારંભ થશે
બુધવારે નૃસિંહ પ્રાગટય ગુરૂવારે રામપ્રાગટય શ્રી કૃષ્ણ પ્રાગટય શુક્રવારે ગોરર્ધનનાથ પુજા શનિવારે કૃષ્ણઋક્ષમણી વિવાહ રવિવારે સુદામાચરિત્ર અને તા. ૮ ને રવિવારે બપરે ૩ કલાકે કથા વિરામલેશે આ સપ્તદિન જ્ઞાનયજ્ઞમાં સહપરિવાર પધારવા ધર્મપ્રેમી જનતાને પુ.મહેશગીરીબાપુ એ જાહેર નિમંત્રણ પાઠવ્યું છે. વધુ વિગત માટે મો. ૮૭૫૮૮ ૮૩૧૨૫ ઉપર સંપર્ક સાધવો.(
(1:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
