<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 30th November 2024

બહાઉદીન કોલેજની ૭ વિદ્યાર્થીનીએ એનસીસી નેવલની ૮દી'ની તાલીમ પૂર્ણ કરી

 

જુનાગઢઃ બહાઉદ્દીન સરકારી વિનયન કોલેજ અંતર્ગત કાર્યરત એનસીસી નેવલની ૧૨ વિદ્યાર્થીની બહેનોએ ૭ ગુજરાત નેવલ એનસીસી દ્વારા આયોજિત સીએટીસી કેમ્‍પ વેરાવળ ખાતે પૂર્ણ કરેલ છે. આઠ દિવસીય કેમ્‍પ અંતર્ગત વિદ્યાર્થીની બહેનોએ શિસ્‍ત અને એકતાની તાલીમ પ્રાપ્ત કરેલી છે. તાલીમના ભાગરૂપે વિદ્યાર્થીની બહેનો દ્વારા શિપનું મોડેલ તૈયાર કરવામાં આવ્‍યું. સમગ્ર કેમ્‍પ અંતર્ગત નિબંધ સ્‍પર્ધા, ક્રોસ કન્‍ટ્રી, ચિત્ર સ્‍પર્ધા, વકળત્‍વ સ્‍પર્ધા, શિપ મોડેલિંગ કોમ્‍પિટિશન, સફાઈ અભિયાન તથા સાંસ્‍કળતિક કાર્યક્રમમાં વિદ્યાર્થીની બહેનોએ ભાગ લીધેલ હતો. સવારમાં યોગ, કસરતથી લઈને પરેડ, એનસીસીના વિવિધ વિષયોના વ્‍યાખ્‍યાન, અગ્નીવીર ભરતી અને સૈન્‍ય જીવનની ઝલક વિષે રજૂઆત કરવામાં આવી. જેમાં ઓપરેશનલ અનુભવો અને સૈન્‍યમાં પૂરી પાડવામાં આવતી સુવિધાઓનો, અગ્નિવીર ભરતીની મુખ્‍ય વિશેષતાઓ,અગ્નિવીર પ્રવેશ પાત્રતા માપદંડ જેમાં ઉંમર, ભૌતિક પરિમાણો અને શિક્ષણ લાયકાત, NCC અને રમતગમત પ્રમાણપત્રો ધરાવતા ઉમેદવારો માટે બોનસ ગુણ, અગ્નિવીર ભરતીનો તબક્કો ૧ અને ૨ પ્રક્રિયાઓ તથા વિદ્યાર્થીના કારકિર્દીના વિકાસ માટે વિવિધ પ્રકારના ગેસ્‍ટ લેકચરનું આયોજન કરવામાં આવેલું હતું. વર્તમાન સમયની જરૂરિયાત આર્ટિફિશિયલ ઇન્‍ટેલિજન્‍સ, ફાયર સેફટી, પ્રાથમિક સારવાર, બેંક તથા ડીજીટલ આર્થિક વ્‍યવહાર, ડિફેન્‍સમાં કારકિર્દી વગેરે વિષય પર એનસીસી નેવલના વિવિધ અધિકારીઓએ વિદ્યાર્થીને માર્ગદર્શન પૂરું પાડેલ હતું. સાથે કેમ્‍પના અંતમાં વિદ્યાર્થીઓના પર્ફોર્મન્‍સને બિરદાવવા માટે વિવિધ પ્રકારના ઈનામોની જાહેરાત કરવામાં આવી હતી. તે પૈકી બાઉદીન સરકારી વિનયન કોલેજના વિદ્યાર્થીની બહેનોએ સફળતા પ્રાપ્ત કરે છે.

એનસીસી નેવલ ઓફીસર ડો. દિના હરેશ લોઢીયા અત્રેના કેમ્‍પમાં વિદ્યાર્થીઓ સાથે રહીને પ્રોત્‍સાહન આપેલ છે. એનસીસી નેવલના કેમ્‍પ દરમિયાન વિદ્યાર્થીની બહેનોએ પ્રાપ્ત કરેલ સિદ્ધિને બહાઉદીન સરકારી વિનયન કોલેજના પ્રિ. ડો. વાંઝાએ  બિરદારી હતી.

(1:22 PM IST)