<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 30th November 2024

જુનાગઢ પોલીસે ખોવાયેલ ‘ડોગ' બે કલાકમાં જ શોધ્‍યુ

દુકાન પાસે ભુલો પડતા કારચાલક સાથે લઇ ગયેલ

જુનાગઢ, તા.૩૦: અરજદાર જયેશભાઇ મધુભાઇ મીઠડીયા ઝાંઝરડા ચોકડી ખાતે ફેન્‍સી ઢોસા રેસ્‍ટોરન્‍ટ તેમની માલીકીનુ હોય. જયેશભાઇનુ ડોગ તેમના રેસ્‍ટોરન્‍ટ ફેન્‍સી ઢોસા પાસેથી ભુલૂ પડી જતા જયેશભાઇએ આજુબાજુ તપાસ કરેલ પરંતુ મળી આવેલ નહિ. જયેશભાઇનું ડોગ તેમના માટે પરીવારના સભ્‍ય જેવુ જ હોય અને ડોગ આમ અચાનક જ ગુમ થઇ જતા જયેશભાઇ તથા તેમના પરીવારના સભ્‍યો ખૂબ જ દુઃખી થઇ ગયેલ હોય અને જયેશભાઇના ઘરમાં શોકનું વાતાવરણ છવાઇ ગયેલ હોય તેમણે તથા તેમના પરીવારે ખૂબ જ પ્રયત્‍ન કરેલ પરંતુ તેમનું ડોગ મળી આવેલ નહિ.

હેડ ક્‍વા. ડી.વાય.એસ.પી. એ.એસ.પટણીના માર્ગદર્શન હેઠળ નેત્રમ શાખા (કમાન્‍ડ એન્‍ડ કંટ્રોલ સેન્‍ટર) ના પી.એસ.આઇ પી.એચ.મશરૂ, એ.એસ.આઇ. વર્ષાબેન વઘાસીયા, રાહુલભાઇ મેઘનાથી, હરસુખભાઇ સિસોદીયા,એન્‍જીનીયર રિયાઝભાઇ અંસારી સહીતની ટીમ દ્વારા જહેમત ઉઠાવી. ફૂટેજ ચેક કરતા ડોગ ફેન્‍સી ઢોસા પાસે ફરતુ જોવા મળેલ ત્‍યારબાદ તે એક અજાણ્‍યા ફોર વ્‍હીલ ચાલક પોતાની ફોરવ્‍હીલમાં બેસાડીને લઇ જતા હોય એવુ નજરે પડેલ જે આધારે તે ફોર વ્‍હીલનો રજી. નં.જીજે-૧૧-એબી-૮૭૨૩ શોધેલ. પોલીસ સ્‍ટાફ દ્વારા બે કલાકમાં જ તે અજાણ્‍યા ફોર વ્‍હીલર ચાલકનો સંપર્ક કરી પૂછપરછ કરતા જયેશભાઇનું ડોગ તેમની પાસે જ હોય તેવુ જણાવેલ. તે અજાણ્‍યા વ્‍યક્‍તિને ઠપકો પણ આપવામાં આવેલ અને ડોગ જેમની સાથે રહેતુ હોય તેમની સાથે તેમના લાગણીના સબંધો થઇ ગયેલ હોય અને પોતાના પરીવારના સભ્‍યો જેવુ જ હોય છે.

(1:26 PM IST)