<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 30th November 2024

જેતપુરના થાણાગાલોળ ગામે ઉછીના આપેલ રૂપીયા પરત માંગતા ધારીયા-ધોકાથી હુમલો

ઇજાગ્રસ્‍ત રોહીતભાઇ મકવાણાને જુનાગઢ ખસેડાયાઃ ૪ શખ્‍સો સામે પોલીસમાં ફરીયાદ

(કેતન ઓઝા દ્વારા) જેતપુર, તા., ૩૦: જેતપુરના થાણાગાલોળ ગામે ઉછીના રૂપીયા ૭૦૦ પરત માંગતા ૪ શખ્‍સોએ લોખંડના ધારીયુ-ધોકા વડે હુમલો કરી ધમકી આપી હતી.

તાલુકાના થાણાગાલોળ ગામે રહેતા રોહીતભાઇ સાર્દુલભાઇ મકવાણાએ આજ ગામમાં રહેતા અજય ચાવડાને એક વર્ષ પહેલા ઉછીના રૂા. ૭૦૦ આપેલ હોય તે અવાર નવાર પરત માંગતા આપતો ન હોય ગત રોજ બપોરના તેની પાસે રૂપીયા પરત આપવા કહેતા યોગ્‍ય ન લાગતા રોહીતભાઇ તેના ફઇના દિકરા સાવનભાઇ, મયુરભાઇ સાથે જુના બસ સ્‍ટેન્‍ડ નજીક સાંજના બેઠા હતા ત્‍યારે વિજય પરસોતમભાઇ ચાવડા, તેનો ભાઇ અજય તથા તેના મળતીયા જીજ્ઞેશ ઠાકોર, વિકાસ હાથમાં ધારીયુ લાકડાનો ધોકો લઇને આવી બોલાચાલી કરી રોહીતભાઇને માથામાં ધારીયુ ઝીંકી દીધુ એ ધોકા વડે માર મારી બેફામ ગાળો આપી દેકારો થતા તેઓ ભાગી ગયેલ. રોહીતભાઇને માંથામાંથી લોહી નીકળતુ હોય તેને સારવારમાં લઇ જવાતા હતા તેવામાં બે અજાણ્‍યા શખ્‍સો બાઇક પર આવી ગાળો આપી ઢીકા પાટુનો માર મારી જો પોલીસ ફરીયાદ કરીશ તો મારી નાખશુ તેવી ધમકી આપી જતા રહેલ. રોહીતભાઇને સરકારી હોસ્‍પીટલે ખસેડાતા માથામાં ટાંકા તેમજ પગમાં ફ્રેકચર થયેલ હોય જુનાગઢ રીફર કરેલ. તાલુકા પોલીસે તેની ફરીયાદ પરથી વિજય પરસોતમ ચાવડા,  તેનો ભાઇ અજય, જીજ્ઞેષ ઠાકોર (રહે. બળદેવધાર) વિકાસ દેવીપુજક (જેતપુર) તમા વિરૂધ્‍ધ બી.એન.એસ. ૧૧પ (ર) ૧૧૮ (૧), ૧૧૭(ર) ૩પર, ૩પ૧ (ર) પ૪ મુજબ ગુૃન્‍હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(1:27 PM IST)