તા. ૨૬ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક વદ – ૨ ગુરૂવાર
News of Saturday, 30th November 2024
કલ્યાણપુરમાં અકસ્માતમાં મહિલાના મોત કેસમાં જામીન નામંજૂર

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ૩૦ :.. ગાંધીનગરના કલોલના રહેવાસી પરિવાર દ્વારકા દર્શન કરવા જતા હતા ત્યારે દેવેન નાથાભાઇ બેલા (ઉ.ર૮) રહેવાસી ખીરસરા તાલુકો કલ્યાણપુર જિ. દ્વારકા વાળો જે હાલ જેલમાં છે તેણે નશાકારક સ્થિતિમાં કાર રોંગ સાઇડમાં ચલાવી ઇકો કારને ઠોકર મારતા કારના મુસાફરોને ઇજા થઇ હતી.
જેમાં ફુલઝરી દેવીનું બનાવ પછી પાંચમાં દિવસે મૃત્યુ થયું હતું પોલીસે બનાવ ગંભીર હોવા છતાં સામાન્ય ગણીને મોટર વ્હીકલ એકટની કલમ ૧૮પ હેઠળ સામન્ય ગુનો નોંધ્યો હતો. જે અંગે દ્વારકા જિલ્લા કાનૂની સત્તા મંડળના ધ્યાને આવતા તેમણે આ બનાવમાં બી. એન. એસ. કલમ ર૮૧, ૧રપ એ તથા આઇ. પી. સી. ૩૦૮ મુજબ સાચો બનાવ રેકેર્ડમાં લાવેલ તથા પોલીસ મૂક પ્રેક્ષક બની બનાવ જોતી કોના પ્રભાવમાં આવીને ગંભીર ગુનાને સામાન્ય ગણ્યો તેની ટીકા કરીને આરોપી જામીન મુકત થાય તો સાહેદો પર પ્રભાવ પાડે, લાલચ લોભ, ધમકી આપે તેવું હોય જિલ્લા ન્યાયાધીશ સમીર વિનોદચંદ્ર વ્યાસ દ્વારા આરોપી દેવેન બેલાની જામીન અરજી નામંજૂર કરીને જિલ્લા પોલીસ વડા દ્વારકાને આ અંગે ૧૦ દિવસમાં તપાસ કરી રીપોર્ટ આપવા જણાવવાના હુકમે ભારે ચર્ચા જગાવી છે.
(1:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
