તા. ૨૬ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક વદ – ૨ ગુરૂવાર
News of Saturday, 30th November 2024
મોરબીમાં વધુ એક યુવાન વ્યાજનાં ચક્રમાં ફસાયોઃ ૭ વ્યાજખોરો સામે ફરીયાદ
વિનાયક મેરજાને ફડાકા મારી વ્યાજખોરોએ બળજબરીથી ચેક તથા આઇફોન પડાવી લીધો

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી, તા. ૩૦: મોરબીના ઉમિયા સર્કલ પાસે ફાયનાન્સની ઓફિસમાં યુવાનને ઉચા વ્યાજે નાણા આપી વધુ વ્યાજની માંગણી કરી ફડાકા મારી બળજબરી થી ચેક તથા આઈ ફોન પડાવી લઈને મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ મોરબી એ ડીવીઝન પોલીસમાં નોંધાવી છે.
મોરબીના રવાપર રોડ પર જલારામ સોસાયટીમાં રહેતા વિનાયક મણીલાલ મેરજા એ મોરબી એ ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી વિનાયકને આરોપી કળણાલ ઉર્ફે ભૂરો નિતેશભાઈ ઓગણજા, રાહુલભાઈ જારીયા, જયરાજ સવસેટા, મિલન પકાભાઈ ફૂલતરીયા, માધવ જીલરીયા અને રાધે ડાંગર પાસેથી અલગ અલગ સમયે ઉચા વ્યાજે રૂપિયા આપી આરોપી રાહુલ જારીયા એ વિનાયકને વ્યાજના વધુ રૂપિયાની માંગણી કરી ફડાકા મારી તેમજ આરોપી કળણાલ ઉર્ફે ભૂરો એ બળજબરીથી વિનાયક અને સાહેદના સહીવાળા પાંચ કોરા ચેકો તથા આઈ ફોન ફિફટીન પ્રો મોબાઈલ બળજબરી પૂર્વક લઇ આરોપીઓએ ફરિયાદ પાસે વ્યાજના રૂપિયા આપવા માટે જાનથી મારી નાખવાની ધમકી આપી બળજબરીથી વધુ રૂપિયાની પઠાણી ઉધરાણી કરી વ્યાજ ના આપે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાઈ છે
(1:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
