તા. ૨૬ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક વદ – ૨ ગુરૂવાર
News of Saturday, 30th November 2024
જેતપુર- ગોંડલમાંથી બાઇકની ચોરી કરનાર સગીર સહિતની ત્રિપુટી પકડાઇ

તસ્વીરમાં ચોરાઉ બાઇક સાથે પકડાયેલ બંન્ને શખ્સો નજરે પડે છે. (તસ્વીરઃ કેતન ઓઝા જેતપુર)
(કેતન ઓઝા દ્વારા) જેતપુર તા.૩૦: જેતપુર- ગોંડલમાંથી બાઇકની ચોરી કરનાર સગીર સહિતની ત્રિપુટીને જેતપુર ઉદ્યોગનગર પોલીસે ઝડપી લઇ તપાસ હાથધરી છે.
ઉદ્યોગનગર પોલીસ સર્વેલન્સ ટીમે હ્મુમનસોર્સ તેમજ ટેકનીકલ સોર્સની મદદથી સી.સી.ટી.વી. કેમેરા દ્વારા તપાસ કરતા ભાદરના સામાકાંઠા, ખુલ્લી ફાટક પાસેથી બે એકટીવા સાથે બે શખ્સો તેમજ એક સગીરને પકડી પાડી પોલીસ સ્ટેશને લાવતા તે બંન્ને એકટીવા નં. જીજે.૦૩. એમએસ.૫૧૩૬ તથા જીજે.૦૩. એલકયુ. ૩૬૩૬ વાળુ ચોરીનું હોય રમણીક જેન્તીભાઇ મહેતા, રવી કરશનભાઇ વાઘેલા રે.બંન્ને દેરડીધાર આવાસ કર્વાટર તેમજ એક સગીર કાયદાના સંઘર્ષમાં આવેલ હોય તમામ વિરૂધ્ધ કાર્યવાહી કરેલ.
આ કામગીરીમાં પી.આઇ. એમ.એમ. ઠાકોર, સંજયભાઇ પરમાર, હિતેષભાઇ વરૂ, વાસુદેવસિંહ જાડેજા, ચેતનભાઇ ઠાકોર, મીરલભાઇ ચંદ્રવાડીયા જોડાયા હતા
(1:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
