તા. ૨૬ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક વદ – ૨ ગુરૂવાર
News of Saturday, 30th November 2024
જૂનાગઢમાં પેટ્રોલ પંપ માલિકને મેનેજરનો ૩૦.૪૭ લાખનો ચૂનો

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૩૦ : જૂનાગઢમાં રેલ્વે સ્ટેશન રોડ પર એલસીબીની સામે કિરીટ ફયુલ્સ નામનો પેટ્રોલ પંપ આવેલ છે.
પેટ્રોલ પંપનો મેનેજર રિઝવાન ઓસમાણ કુરેશીએ પેટ્રોલ પંપ ના માલિક વિરમભાઈ સરમણભાઇ નંદાણીયાનો વિશ્વાસ કેળવી મેનેજર તરીકેના હોદાનો દુર ઉપયોગ કરી તા.૧૬/૧૨/૨૨ થી તા.૧૫/૦૮/૨૪ સુધીમાં અલગ અલગ દિવસે પેટ્રોલ ડીઝલના રીડિંગ ઓછા દર્શાવી વેચાણમાં તફાવત ઉભો કર્યો હતો.
તેમજ રોજમેળમાં ખોટી એન્ટ્રીઓ અને હીસાબો ઉભા કરી તેમજ ટેન્કરમાં ડીઝલ નાખવાના ખોટા હીસાબ બતાવી રૂ.૩૫,૫૨,૦૩૭ની ઉચાપત કરી હતી. આ ઉચાપત તપાસ કરતા પકડાય જતા તેમાંથી રૂ.૫,૦૪,૫૦૦ ચુકવી આપ્યા હતા.
પરંતુ બાકીની રકમ રૂ.૩૦,૪૭,૫૩૭ ની આજદિન સુધી નહી આપી ઉચાપત કરી વિશ્વાસનો ભંગ કર્યાની ફરિયાદ વિરમભાઈ નંદાણીયાએ નોંધાવતા બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
(1:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
