તા. ૨૬ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક વદ – ૨ ગુરૂવાર
News of Saturday, 30th November 2024
મોરબીના તીર્થક પેપરમીલના દરોડા દરમ્યાન પૂર્વ સાંસદ ઘરે મળવા પહોંચતા અનેક તર્ક વિર્તક

મોરબી તા ૩૦: ઈન્કમટેક્સ વિભાગે કાલે વહેલી સવારથી રાજ્યવ્યાપી દરોડાની સાથે મોરબીની જાણીતી તીર્થક પેપરમિલ અને બાંધકામ ક્ષેત્રે સંકળાયેલા ફુલતરિયા પરિવારને ત્યા સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. ત્યારે દરોડાની આ કાર્યવાહી ત્રણેક દિવસ સુધી ચાલે તેમ હોવાના સંકેતો વચ્ચે ૧૦૦ અધિકારીઓની ૩૫ ટીમોએ સઘન તપાસ શરૂ ક૨ી છે.
દરમિયાન ઈન્કમટેક્સ વિભાગની ચાલુ રેડ દરમિયાન પુર્વ સાસંદ મોહનભાઈ કુંડારિયા પોતાના વેવાઈ જીવરાજ ફુલતરિયના નિવાસસ્થાને પહોંચ્યા હતા. જો કે, ઇન્કમટેક્સના રેડ દરમિયાન કોઈપણ વ્યક્તિ અંદર પ્રવેશી શકતો ન હોય ત્યારે પૂર્વ સાસંદ મોહનભાઈ કુંડારિયાએ રેડ દરમિયાન ઘરમા ્પ્રવેશ મેળવતા અનેક સવાલો ઉઠી રહ્યા છે. તીર્થક ગ્રુપના જીવરાજભાઈ ફુલતરીયા પુર્વ સાસંદ મોહનભાઈ કુંડારિયાના વેવાઈ થતાં હોવાથી મામલો દબાવવા માટે પહોંચી ગયા હોવાની વાતે જોર પકડ્યું છે. (૩.૧૨)
(2:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
