તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Sunday, 1st December 2024
લખતરમાં 03 રાઉન્ડ ફાયરિંગઃ એક ગંભીરઃ આરોપીઓ ફરારઃ અંગત અદાવતમાં થયો હુમલો

સુરેન્દ્રનગરઃ રાજ્યના સુરેન્દ્રનગરમાં પોલીસને પડકાર આપતી ઘટના ફરીથી સામે આવી છે. મળતા અહેવાલ પ્રમાણે સુરેન્દ્રનગરના લખતરમાં ફાયરિંગની ઘટના સામે આવી છે. અંગત અદાવતમાં જાહેરમાં 03 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું છે.
ભરતસિંહ નામના વ્યકિતને ફાયરિંગ દરમિયાન ગોળી વાગી હતી. શખ્સને ગંભીર રીતે ઈજાગ્રસ્ત હાલતમાં સુરેન્દ્રનગરની મેડિકલ કોલેજમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.
ઘટનાની જાણ થતાં લખતર પોલીસે ઘટના સ્થળે પહોંચી હતી. આ ઘટના મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સુરેન્દ્રનગરમાં કાયદો અને વ્યવસ્થા માત્ર કાગળ ઉપર હોવાનો ઘાટ સર્જાયો છે
(1:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
