તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Monday, 2nd December 2024
મોરબીના નવલખી ફાટક બ્રીજ પર BMW કાર ભડ ભડ સળગી ઉઠી
આ કારમાં એક મહેસાણાના પરિવારના 4 સભ્યો હતા. જેઓ સમય સુચકતા વાપરી તુરંત કારમાંથી ઉતરી ગયા

મોરબીના નવલખી ફાટક પર બનાવવામાં આવેલ બ્રીજ પર રાત્રીના એક લઝરીયસ કાર અચાનક સળગી ઉઠી હતી જોઈ કે સમયસુચકતાના કારણે કારમાં બેઠેલ પરિવાર નીચે ઉતરી જતા જાનહાની ટળી હતી.ધટનાની જાણ થતા જ ફાયરની ટીમ દોડી આવીને આગ પર કાબુ મેળવ્યો હતો.
મોરબીના નવલખી ફાટક વાળા બ્રિજ ઉપરથી જતી એક BMW કાર ઓચિંતી સળગી ઉઠી હતી. જો કે આ કારમાં એક મહેસાણાના પરિવારના 4 સભ્યો હતા. જેઓ સમય સુચકતા વાપરી તુરંત કારમાંથી ઉતરી ગયા હોવાની માહિતી મળી છે ધટનાની જાણ થતા જ ફાયર વિભાગ સ્થળ પર દોડી આવી આગ પર કાબુ મેળવ્યો હતો તો ક્યા કારણોસર કારમાં આગ લાગી તે જાણી શકાયું નથી
(12:13 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
