<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd December 2024

દાઠા પોલીસે ઘાસચારાની આડમાં લઈ જવાતી દારૂની ૧૨૩૪ બોટલ ઝડપી

(વિપુલ હિરાણી દ્વારા)  ભાવનગર તા.૨ :..  દાઠા પોલીસ સ્‍ટેશનના કોન્‍સ્‍ટેબલ જયરાજસિંહ ચુડાસમા ને મળેલ ચોક્કસ બાતમી ને લઈ દાઠા મહુવા રોડ પર મધ્‍યરાત્રીએ વોચ ગોઠવી હતી.બોલેરો પિકઅપ વાહન ઘાસચારો ભરીને પસાર થયું હતું.બાતમી મુજબનુ જ વાહન હોય પોલીસે ચેક કરતા ઘાસચારા નીચે છુપાવેલ વિલાયતિ દારૂ ની અલગ અલગ બ્રાન્‍ડ ની ૧૨૩૪ બોટલ મળી આવી હતી.

પોલીસ ને જોઈ એક અજાણ્‍યો ઈસમ ભાગી છૂટયો હતો વાહન ચાલક રામજી હાદાભાઈ કરિચા રે.દાઠા વાળા ને ઝડપી લઈ  કોર્ટમાં રજૂ કરી દિવસ બે ના રિમાન્‍ડ મેળવ્‍યા હતા.

પ્રાથમિક તપાસમા ઝડપાયેલ ખેપિયા ની આ પંથકમાં ત્રીજી ખેપ હતી.આ જથ્‍થો વિકટર ના ભાવેશ નામના ઇસમે આપેલ હતો.વિકટર કટીંગ થયું હોવાનું માનવામાં આવે છે.ભાવેશ નામનો બુટલેગર બે દિવસ પહેલા વાહન લઈ ગયો હતો.ગતરાત્રે બીજા ચાલક સાથે વાહન બોરડા સુધી મોકલી આપેલ હતું.આ જથ્‍થો કોને પહોંચાડવા નો હતો તેવું ઝડપાયેલ ખેપીયો જાણતો ન હતો.ભાગી ગયેલ ઈસમ જાણતો હતો.

પોલીસ ની જાણ મા એવુંપણ આવ્‍યું છેકે પોલીસ અધિકારી ના અપમળત્‍યુ બાદ રાજ્‍યના સીમાડા કડક થતા દિવ થી હવે મોટાપાયે સપ્‍લાય થઈ રહીછે.ઝડપાયેલ જથ્‍થો દિવ થીજ આવ્‍યો હોવાનું પોલીસ માની રહી છે.

વિલાયતી દારૂની બોટલ નંગ ૧૨૩૪/-વાહન ની કિંમત ગણી કુલ રૂ.૫,૦૦૭૫૮/-નો મુદ્દામાલ કબ્‍જે લીધેલ છે.

(10:48 AM IST)