તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Monday, 2nd December 2024
ભાવનગરમાં ૭પ હજારના દારૂ સાથે બે ઝડપાયા

(વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૨:.. એલ.સી.બી. પોલીસ સ્ટાફ શહેર માં પેટ્રોલિંગ માં ઉર્ફે બોબડો હારૂનભાઇ કાલ્વા રહે.પ્લોટ નંબર-૫૨૯, ખોડિયાર સોસાયટી, નવી માણેકવાડી, ભાવનગરવાળાના માણસો અજય મનસુખભાઇ કંટારીયા રહે. ટી.વી. કેન્દ્દ સામે, ભાવનગર તથા કેતન વિનોદભાઇ શિયાળ રહે.ઘોઘા રોડ, વાળા ઇમરાન ઉર્ફે બોબડાના રહેણાંક મકાન પાસે રોડ ઉપર તેઓના કબ્જા-ભોગવટાની સીલ્વર કલરની ઇકો કાર રજી.નંબર-જીજે-૦૪-ઇઇ-૫૭૫૩માં ખાના બનાવી તેમાં બહારથી ઇંગ્લીશ દારૂનો જથ્થો હેરફેર કરે છે. જે બાતમી આધારે રેઇડ કરતાં સીલપેક બોટલો મળી આવેલ.
પોલીસે અજય મનસુખભાઇ કંટારીયા ઉ.વ.૩૦ ધંધો-ડ્રાયવીંગ રહે.પ્લોટ નંબર-૧૩૬૮, ટી.વી. કેન્દ્દ સામે, ઘોઘા સર્કલ, ભાવનગર તથા કેતન વિનોદભાઇ શિયાળ ઉ.વ.૨૭ ધંધો-વેપાર રહે.પ્લોટ નંબર-૧૪૦૫, શેલ પેટ્રોલ પંપ સામે, ઘોઘા રોડ, ભાવનગર ને ઝડપી લીધો હતો. જ્યારે
ઇમરાન ઉર્ફે બોબડો હારૂનભાઇ કાલ્વા રહે.પ્લોટ નંબર-૫૨૯, ખોડિયાર સોસાયટી, નવી માણેકવાડી, ભાવનગર ને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.
બોટલ નંગ-૫૨૦ કિં.રૂ.૭૫,૪૦૦/- ઇકો કાર,મારૂતિ સુઝુકી કંપનીની સીલ્વર કલરની ઇકો કાર રજી.નંબર-જીજે-૦૪-ઇઇ-૫૭૫૩ કિ.રૂ.૨,૦૦,૦૦૦, મોબાઇલ ફોન નંગ-૩ કિ.રૂ.૧૦,૫૦૦/- મળી કુલ રૂ.૨,૮૫,૯૦૦/-નો મુ્દામાલ કબજે કરેલ છે.
કામગીરીમાં પોલીસ ઇન્સ. એ.આર.વાળા ના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ. વી.વી.ધ્રાંગુ, સ્ટાફના સાગરભાઇ જોગદિયા, ઘનશ્યામભાઇ ગોહિલ, મહેન્દ્દભાઇ ચૌહાણ, અનિરૂધ્ધસિંહ ડાયમા, વિઠ્ઠલભાઇ બારૈયા, અનિલભાઇ સોલંકી જોડાયા હતા.
(10:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
