તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Monday, 2nd December 2024
હળવદની સુસવાવ ગામની સીમમાં જુગાર રમતા ૭ શખ્સો ૭ લાખની રોકડ સાથે ઝડપાયા
વાડી માલિક નાસી છૂટતા પોલીસ દ્વારા શોધખોળ

(દીપક જાની દ્વારા) હળવદ, તા. ૨ : હળવદ તાલુકાના સુસવાવ ગામની સીમમાંથી સ્થાનિક પોલીસે મસ મોટું જુગારધામ ઝડપી લેવામા સફળતા મેળવી છે. પોલીસે જુગારના પટમાંથી રોકડા રૂપિયા ૭,૦૯,૧૩૦ જપ્ત કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી. જો કે, આ દરોડામાં એક જુગારી ફરાર થઇ ગયો હતો.
જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના સુસવાવ ગામની સીમમાં અરવિંદભાઈ ભગવાનભાઈ પટેલની વાડીએ જુગારધામ ચાલતું હોવાની બાતમીને આધારે સ્થાનિક પોલીસે દરોડો પાડી આરોપી સુરેશભાઈ જયંતીભાઈ પટેલ, રહે. મોરબી,જગમાલભાઈ રેવાભાઇ ભરવાડ રહે. જેતપર, અશ્વિનભાઈ રામજીભાઈ પટેલ રહે. મોરબી, જગદીશભાઈ ફુલજીભાઈ પટેલ રહે. મોરબી, સતિષભાઈ ધનજીભાઈ પટેલ, રહે. મોરબી, મહેશભાઈ રણછોડભાઈ પટેલ, રહે. રણજીતગઢ, વાળાને ઝડપી લઈ રોકડા રૂપિયા જુગારના પટમાંથી રોકડા રૂપિયા ૭,૦૯,૧૩૦ કબજે કર્યા હતા. દરોડા દરમિયાન વાડી માલિક અરવિંદભાઈ ભગવાનજીભાઈ હાજર નહિ મળી આવતા ફરાર દર્શાવવામાં આવ્યા હતા.
(11:07 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
