<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd December 2024

બેભાન રિક્ષા ચાલકને સત્‍વરે હોસ્‍પિટલે પહોંચાડી જીવ બચાવ્‍યો

સુરેન્‍દ્રનગર RTO ઇન્‍સ્‍પેકટર એ.એ પરમાર એસ બી. વઘાસિયા ટીમનું પંરશસનિય કાર્ય : ૧૨ કિ.મી. અંતર અંદાજીત ૮-૧૦ મીનીટમાં હોસ્‍પિટલ પહોંચાડેલ

રાજકોટ તા.૨: ભૂતકાળમાં રાજકોટમાં પ્રંશનીય કામગીરી બજાવી હાલ સુરેન્‍દ્રનગર જિલ્લામાં RTO ઇન્‍સ્‍પેકટર તરીકે ફરજ બજાવતા અધિકારીએ એક માનવીય કાર્ય દ્વારા લોકોની ખૂબ પ્રશસા મેળવી છે.

ડોળિયાથી ચોટીલા તરફ જતા એક રિક્ષા ચાલકનું અને ટ્રકનું અકસ્‍માત થતા રિક્ષા ચાલક સ્‍થળ ઉપર બેભાન થઇ ગયેલ . એ સમય દરમિયાન RTO ઓફિસના ઇન્‍સ્‍પેકટર શ્રી એ.એ. પરમાર અને શ્રી એસ. બી. વઘાસિયા રોડ ચેકીંગ કરી રહ્યા હતા બનાવ ગંભીર હોય અને ડ્રાઇવરની હાલત બેભાન અવસ્‍થામાં હોય એમ્‍બ્‍યુલન્‍સની રાહ જોયા વગર બન્ને અધિકારીએ સહેજ પણ વિચાર્યા વગર ડ્રાઇવર રાકેશભાઈની મદદ લઇને પોતાની સરકારી વાહનમાં બેભાન વ્‍યક્‍તિને ચોટીલા હોસ્‍પિટલ પહોંચાડેલ અને ડોક્‍ટરના પ્રયત્‍નથી રિક્ષા ચાલકનો જીવ બચી ગયેલ.

(11:08 AM IST)