તા. ૩ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૩ સોમવાર
News of Monday, 2nd December 2024
સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડી વધીઃ ગિરનાર ૭.૪ નલીયા ૧ર ડિગ્રી
જુનાગઢ ૧ર.૪, રાજકોટ ૧૩.૪, જામનગર ૧૪, ડીસા-૧૪.૩, પોરબંદર ૧૪.પ, વડોદરા ૧૪.૬ ડિગ્રી લઘુતમ તાપમાન

રાજકોટ તા. રઃ રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ધીમે ધીમે ઠંડીમાં વધારો થઇ રહ્યો છે આજે ગિરનાર પર્વત ઉપર ૭.૪ ડિગ્રી, નલીયામાં ૧ર ડિગ્રી, રાજકોટ ૧૩.૪, જામનગર ૧૪, ડિસા ૧૪.૩, પોરબંદર ૧૪.પ, વડોદરામાં ૧૪.૬ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે.
જુનાગઢ
(વિનુ જોશી દ્વારા) જૂનાગઢઃ ગિરનાર પર બીજા દિવસે પણ ૭.૪ ડિગ્રી ઠંડી રહેતા પ્રવાસીઓ સહિતના લોકો ઠુંઠવાઇ હતા. ગિરનારની સાથે ભવનાથમાં ૯.૪ ડિગ્રી ઠંડી અનુભવાય હતી.
જુનાગઢ સહિત સોરઠમાં છેલ્લા બે દિવસથી તાપમાન સ્થિર રહ્યું છે. રવિવારની સવારે જૂનાગઢમાં લઘુતમ તાપમાન ૧૨.૫ ડિગ્રી ગયા બાદ આજે સવારે વાતાવરણમાં ૭૨ ટકા ભેજ સાથે લઘુતમ તાપમાન ૧૨.૪ ડિગ્રી નોંધાયું હતું. જ્યારે જૂનાગઢના ગિરનાર પર્વત પર આજે પણ ૭.૪ ડિગ્રી ઠંડીનું મોજુ ફરી વળ્યું હતું. તો બીજી તરફ ભવનાથમાં પારો ૯.૪ ડીગ્રીએ સ્થિર રહેતા ઠંડી યથાવત રહી હતી. સવારે પવનની પ્રતિ કલાકની ઝડપ ૩.૪ કિલોમીટરની રહેતા ઠંડીની અસર બેવડાઈ હતી.
ડિસેમ્બર મહિનાના પ્રારંભે જ ઠંડી વધતા જનજીવનને અસર થઈ છે.
જામનગર
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગરઃ બાજરા સંશોધન કેન્દ્ર જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુતમ તાપમાન-૧૪, મહતમ તાપમાન-ર૭.પ, ભેજનું પ્રમાણ પ૮%, પવનની ગતી ૪.૬ કિ.મી. રહી હતી. (૭.રર)
કયાં કેટલી ઠંડી
શહેર લઘુતમ તાપમાન
ગિરનાર પર્વત ૭.૪ ડિગ્રી
અમદાવાદ ૧૬.ર ડિગ્રી
બરોડા ૧૪.૬ ડિગ્રી
ભાવનગર ૧૭.૪ ડિગ્રી
ભુજ ૧પ.૬ ડિગ્રી
દમણ ર૦.૬ ડિગ્રી
ડીસા ૧૪.૩ ડિગ્રી
દીવ ૧૬.૮ ડિગ્રી
દ્વારકા ૧૮.૬ ડિગ્રી
કંડલા ૧૮.૬ ડિગ્રી
નલિયા ૧ર.૦ ડિગ્રી
ઓખા ર૩.૪ ડિગ્રી
પોરબંદર ૧૪.પ ડિગ્રી
રાજકોટ ૧૩.૪ ડિગ્રી
સુરત ર૧.૯ ડિગ્રી
વેરાવળ ૧૮.૮ ડિગ્રી
જુનાગઢ ૧ર.૪ ડિગ્રી
જામનગર ૧૪.૦ ડિગ્રી
(11:09 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
