<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd December 2024

પૂ.મોરારીજીના રામકથાઓમાંથી તૈયાર થયેલુ પુસ્‍તક M.Ed વિદ્યાર્થીના સંશોધનનું વિષય બન્‍યું

શિક્ષણ રાહ બતાવે રામાયણ પુસ્‍તકમાંથી નિષ્‍પન્ન થતું શિક્ષણ દર્શન લધુશોધ નિબંધ રજૂ થશે

(હેમલ શાહ દ્વારા) ચોટીલા, તા. રર :  સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીમાં મોરારીબાપુ ની ૫૦૦ જેટલી રામકથાઓમાંથી યોગેશ ચોલેરા દ્વારા સંપાદિત થયેલ પુસ્‍તકઁ શિક્ષણ રાહ બતાવે રામાયણઁ માસ્‍ટર્સ ઓફ એજ્‍યુકેશનની ઉપલબ્‍ધિ માટે લઘુશોધ નિબંધ માટેનો વિષય બન્‍યો છે.

સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીનાં શિક્ષણશાષા ભવનનાં અધ્‍યક્ષ ડો. બી. બી. રામાનુજના માર્ગદર્શન હેઠળ હાલ એમ.એડ મા અભ્‍યાસ કરી રહેલ વિદ્યાર્થીનીએ તેના નિબંધનાં વિષય તરીકે આ પુસ્‍તક ને પસંદ કરેલ છે શિક્ષણશાષા ભવનમાં અભ્‍યાસ કરતી વિદ્યાર્થીની ધળવી જે. શાહ દ્વારા ૅ શિક્ષણ રાહ બતાવે રામાયણ પુસ્‍તકમાંથી નિષ્‍પન્ન થતું શિક્ષણ દર્શનૅ વિષય ને લઘુશોધ નિબંધ માટે પસંદ કરાયેલ છે.આ પુસ્‍તકમાંથી નિષ્‍પન્ન થતા શિક્ષણદર્શનઁ ને સિધ્‍ધ કરવા અભ્‍યાસનાં ભાગરૂપે લઘુશોધ નિબંધ આગામી દિવસોમાં રજૂ થશે.

આ સંદર્ભે વિદ્યાર્થીની કુ. ધળવી શાહ સાથે વાતચીત કરતા જણાવેલ કે સ્‍વર્ગસ્‍થ ડો. કિરીટભાઇ દેસાઇ તેમજ મારા માર્ગદર્શક ડો. ભરતભાઇ રામાનુજ દ્વારા સકારાત્‍મકના ભાવ સાથે માર્ગદર્શન મળેલ છે. તેમજ ભવનના દરેક પ્રોફેસરો  પ્રોફેસરો દ્વારા સતત પ્રેરણા અને પ્રોત્‍સાહન મળે છે.

પિતાજીના વાંચનના શોખને કારણે પર્સનલ નાનકડી લાયબ્રેરી હોવાથી નાની ઉમરે જ  પુસ્‍તકો સાથે ગોષ્ઠી થયેલ જેના કારણે વાંચન પ્રત્‍યે રસ રૂચી કેળવાયેલ એટલે વાંચનનો શોખ વારસામાં મળેલ છે. લઘુશોધ અંગે પુછતા જણાવ્‍યું હતુ કે શિક્ષણનું સ્‍વરૂપ, શિક્ષણની પધ્‍ધતિ, અર્થ ,હેતુ શિક્ષકના લક્ષણો,ગુણો આદર્શો અને વિદ્યાર્થીનાં ગુણો , શિક્ષક અને વિદ્યાર્થીનાં સંબંધો અંગે ની છણાવટ હશે.  સંશોધન ના સાર સ્‍વરૂપે  પ્રવત્તમાન સમયમાં શિક્ષણની બદલતી નીતિઓમાં ધાર્મિક મૂલ્‍યોનું જોડાણ અતિ આવશ્‍યક છે શિક્ષણ મૂળ સ્‍વરૂપે શિક્ષક થી ગુરુ, વિદ્યાર્થી. થી શિષ્‍ય અને ધ્‍યેય થી લક્ષ્ય સુધીની યાત્રામાં કર્મ સાથે ધર્મ સિરમોર છે.

મોરારીબાપુ નું વ્‍યક્‍તિત્‍વ અદભૂત છે. લીમડીની કથા પ્રત્‍યક્ષ સાંભળવાનો લ્‍હાવો લીધો છે બાકી ઉપસ્‍થિત રહેવાના ઓછા સંજોગો માલ્‍યા છે. રામકથાના પ્‍યારા ફ્‌લાવર્સ અને આજની યુવા પેઢીમાં કર્મ સાથે ધર્મ ની કેળવણી કરવાનો સીલસીલો બાપુની વ્‍યાસપીઠે જ્ઞાનગંગા રૂપી અવિરત વહેતો રાખેલ છે. જે આજના જનરેશનના અહોભાગ્‍ય છે. લધુશોધ નિબંધની વિધ્‍યાર્થીની બાપુ ની મુલાકત સમયે અને જે પુસ્‍તક ઉપર સંશોધન કાર્ય થાય છે તેની તસવીર

(12:16 PM IST)