તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Monday, 2nd December 2024
કચ્છની પાલારા જેલનો ફરાર કેદી ઝડપાઇ ગયો

ભુજ તા. રઃ માનકુવા કલમ ૩૦૨, ૩૦૭ વિગેરે મુજબના ગુના કામે પાલારા ખાસ જેલ ખાતે સજા કાપતા કાચા કામના કેદી સરફરાજ મહમદશરીફ ટાંક ઉ.વ.૨૯ રહે,સંજોગનગર શાળા નંબર-૧૬ ની બાજુમા, ભુજ વાળાને વચગાળા જામીન પર તા.૧૧/૧૦/૨૦૨૧ થી તા.૧૫/૧૦/૨૦૨૧ દિન - ૦૫ ની પેરોલ રજા પર છોડવામાં આવેલ અને તા. ૧૬/૧૦/૨૦૨૧ ના હાજર થવાનુ હતુ પરંતુ ઉપરોકત કેદી હાજર ન થઇ ફરાર થયેલ અને આજદિન સુધી તે ફરાર રહેલ જે આરોપી હાલે આત્મારામ સર્કલ પાસે હાજર છે તેવી હકિકત આધારે તુરંત વર્ક આઉટ કરી હસ્તગત કરી પાલારા જેલ ખાતે મોકલી આપેલ છે
ઉપરોકત કામગીરીમાં સ્પેશીયલ ઇન્વેસ્ટીગેશન ટીમના પો.ઇન્સ. પી.કે.રાડા તથા પોલીસ સબ ઈન્સ્પેકટર એચ.એમ.ગોહીલ તથા પેરોલ ફર્લો સ્કોડ ના પો.સબ ઇન્સ. જે.કે.બારીયા તથા પ્રો.પો.સબ.ઇન્સ. કે.એચ.આહીર તથા એ.એસ.આઇ. રુદ્રસિંહ જાડેજા તથા હરિલાલ બારોટ તથા પો.હેડ.કોન્સ. ધર્મેદ્રભાઇ રાવલ તથા કનકસિંહ ગોહીલ તથા વિમલભાઈ ગોડેશ્વર તથા પો.કોન્સ. બલવંતસિંહ જાડેજા જોડાયેલ હતા
(12:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
