<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd December 2024

આટકોટ પાસે ગેરકાયદે બાયોડિઝલનો જથ્‍થો પકડાયોઃ પુરવઠા અને પોલીસની ટીમ ત્રાટકી

ગાંધીનગર-જસદણ પુરવઠા વિભાગ દ્વારા પોલીસને સાથે રાખી તપાસઃ ઓફિસ સીલ કરી ટેન્‍કર કબ્‍જે કરાયું

તસ્‍વીરમાં ટેન્‍કર અને ઓફીસને સીલ મરાયું તે નજરે પડે છે. (તસ્‍વીર : કરશન બામટા -આટકોટ)

(કરશન બામટા દ્વારા) આટકોટ તા. ર :.. આટકોટની ગોંડલ ચોકડી પાસે વર્ણીરાજ હોટલ નજીકથી બાયોડીઝલનો જથ્‍થો મળી આવતા ગાંધીનગર પુરવઠા વિભાગ જસદણ પુરવઠા વિભાગ તથા આટકોટ પોલીસ દ્વારા તપાસ કરાઇ છે.

તપાસમાં જમીનમાં અલગ અલગ ટાંકા બનાવી બાયોડીઝલનું વેચાણ કરાતું હતું. હાઇવે પર બાયોડીઝલનું વેચાણ કરનાર ટેન્‍કર સહિત ઓફીસ સીલ કરાય કરી શંકાસ્‍પદ બાયોડીઝલ જથ્‍થે સીલ કરાયો છે. કેટલો જથ્‍થો ઝડપી પાડયો તે માહિતી હજુ મળી હતી.

આટકોટ પોલીસ સ્‍ટેશનમાં એફ. આઇ. આર. હજુ નોંધાય નથી હજુ તપાસ ચાલુ છે તેવું જાણવા મળ્‍યું છે. પહેલા બે વખત આ વિસ્‍તારમાં બાયોડીઝલ પકડાયું હતું. ત્‍યારે ફરી પાછું બાયોડીઝલનો જથ્‍થો પકડાયો છે. એક એક નાનું ટેન્‍કર ઝડપી લેવાયું છે જેને પોલીસ સ્‍ટેશનમાં રાખવામાં આવ્‍યું છે.

(11:29 AM IST)