તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Monday, 2nd December 2024
હળવદના વેગડવાવમાં પેટ્રોલ પંપમાંથી રોકડ અને ઘડિયાળ સ્વીફ્ટ કારમાં આવેલ ત્રણ શખ્સો ચોરી ગયા

( દીપક જાની દ્વારા ) હળવદ,તા.૨ : હળવદ તાલુકાના વેગડવાવ નજીક પેટ્રોલપંપ સંચાલક વોકિંગ કરતા હતા ત્યારે નંબર વગરની સ્વીફ્ટ કારમાં આવેલ ત્રણ શખ્સોએ ટેબલના ખાનામાંથી ૩૩ હજાર રોકડા અને એક સ્માર્ટ વોચની ચોરી કરી નાસી જતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
હળવદ તાલુકાના વેગડવાવ નજીક આવેલ નયારા પેટ્રોલપંપના સંચાલક વહેલી સવારે વોકિંગ કરતા હતા અને અન્ય એક સાહેદ સુતા હતા ત્યારે સવારે ૬.૧૫થી ૬.૩૦ વાગ્યાના અરસામાં એક નંબર પ્લેટ વગરની ગ્રે કલરની સ્વીફ્ટ કારમાં આવેલ અજાણ્યા ત્રણ શખ્સોએ ટેબલના ખાનામાં રહેલા ૩૩ હજાર રોકડા અને ટેબલ ઉપર રહેલી ૧૦૦૦ની કિંમતની સ્માર્ટ વોચ ચોરી કરી જતા હળવદ પોલીસ મથકમાં ચોરીના આ બનાવ અંગે ફરિયાદ નોંધાઇ છે.
(11:35 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
