<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd December 2024

વેરાવળના ડારી ટોલનાકા પાસે દારૂ સાથે ઝડપાયેલા શખ્‍સોના રિમાન્‍ડની તજવીજ

ગીર સોમનાથ જીલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાની આગેવાનીમાં એલસીબી ટીમની કાર્યવાહી

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા.૨: જુનાગઢ રેન્‍જ આઇ.જી.પી.શ્રી નિલેશ જાજડીયા સાહેબ તથા ગીર સોમનાથ પોલીસ અધિક્ષકશ્રી મનોહરસિંહ એન. જાડેજા સાહેબ નાઓએ જીલ્લામાં કાયદો અને વ્‍યવસ્‍થાની જાળવણીના ભાગરૂપે જુગાર/પ્રોહિબિશનની ગેરકાયદેસર પ્રવળતિ નેસ્‍તનાબુદ કરવા સુચના કરેલ હોય, જે અનુસંધાને એલ.સી.બી.ના ઇ.ચા.પો.ઇન્‍સ. એ.બી.જાડેજા ના માર્ગદર્શન મુજબ પો.સબ ઇન્‍સ. એ.સી.સિંધવ તથા ટીમના માણસો પેટ્રોલીંગમાં હતા દરમ્‍યાન એ.એસ.આઇ. અજીતસિંહ પરમાર તથા પો. હેડ કોન્‍સ. પ્રવિણભાઇ મોરી તથા નટુભા બસીયા નાઓને મળેલ સંયુકત બાતમી આધારે પ્ર.પાટણ પો.સ્‍ટે. વિસ્‍તારના ડારી ટોલનાકા પાસે પ્રોહી અંગે રેઇડ કરી પ્રભાસ પાટણ પો.સ્‍ટે. ગુ.ર.નં.૮૬૭/૨૦૨૪ પ્રોહી કલમ ૬૫(ઇ), ૯૮(૨), ૯૯, ૮૧ મુજબ ગુન્‍હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

આરોપીઓ-(૧)પુર્વેશ ઉર્ફે માજન વિનયકુમાર રાઠોડ સોની, ઉ.વ.-૩૬, ધંધો.પ્રા.નોકરી (ડ્રાઇવીંગ), રહે.વેરાવળ, (૨)ધર્મેશભાઇ ધનજીભાઇ કવા લુહાર, ઉ.વ.૩૨, ધંધો.મજુરી, રહે.મીતીયાજ ગામ, ફાંફણી રોડ, તા.કોડીનાર  (૩)સતીષભાઇ પ્રવિણભાઇ કવા લુહાર, ઉ.વ.૨૮, ધંધો.લોખંડનો, રહે.મીતીયાજ ગામ, ફાંફણી રોડ, તા.કોડીનાર (૪) પ્રોહી મુદામાલ પુરો પાડનાર- ફુલવીંદરસિંહ રહે. હરિયાણા ગુરુગ્રામ (પકડવાના બાકી) (૫)પ્રોહી મુદામાલ મગાવનાર-હિંમત રામજીભાઇ ગાવડીયા રહે.વેરાવળ, મોટા કોળીવાડા (પકડવાના બાકી)

કબ્‍જે કરેલ મુદામાલ

(૧) ભારતીય બનાવટનો વિદેશી દારૂ બોટલો નંગ-૧૨૦ કિ.રૂા.૧,૩૨,૭૯૨/ (૨) કાર નંગ - ૦૧ કી.રૂા.૨,૦૦,૦૦૦/(ર) મોબાઇલ નંગ-૦૩ કી.રૂ.૬૫,૦૦૦/ કુલ મુદામાલ કી.રૂા.૩,૯૭,૭૯૨/-

આ કામગીરી કરનાર અધિ/કર્મચારીઓ -એલ.સી.બી. ઈ.ચા.પો.ઇન્‍સ. એ.બી.જાડેજા, પો.સબ.ઇન્‍સ. એ.સી.સિંધવ, એ.એસ.આઇ. નરવણસિંહ ગોહીલ, ગોવિંદભાઇ વંશ, અજીતસિંહ પરમાર, પો.હેડ કોન્‍સ. નટુભા બસીયા, ગોવિંદસિંહ વાળા તથા મીસીંગ પર્સન સ્‍કવોડના પો. હેડ કોન્‍સ. નરેન્‍દ્રભાઇ પટાટ એ કરેલ છે.

(12:17 PM IST)