News of Monday, 2nd December 2024
વેરાવળ ખારવાવાડ વિસ્તારમાં પોલીસનું દારૂ માટે ઓચીતું ચેકીંગ
૧૦૦ થી વધુ પોલીસ દ્વારા અચાનક દરોડા : દેશીદારૂની ૧૩થી વધુ ફરીયાદ દાખલ કરાઈ

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા.૨: ખારવા વાડા વિસ્તારમાં એલસીબી, એસ.ઓ.જી,શહેર પોલીસ ના ૧૦૦ થી વધારે અધિકારીઓ કર્મચારીઓ દ્વારા અચાનક દરોડા પાડવામાં આવેલ હતા અને જદી જુદી જગ્યાએથી ૧૩ દેશીદારૂ ની ફરીયાદો નોધી હતી આ દરોડો પડતા બટલેગરોમાં ભારે દોડધામ મચેલ હતી.
ગીર સોમનાથ એસ.પી મનોહરસિંહ જાડેજા ના માર્ગદર્શન હેઠળ વેરાવળ શહેર ના ખારવા વાડા વિસ્તારમાં જીલ્લા એલસીબી,એસઓજી સહીત શહેર પોલીસે અચાનક દરોડાઓ પાડેલ હતા અનેક જગ્યાએ તપાસ કરતા ૧૩ સ્થળેથી દેશીદારૂ આશરે રૂા.૧૦,૦૦૦ થી વધારે નો મળી આવેલ હતો જેથી અલગ અલગ ફરીયાદ દાખલ કરવામાં આવેલ છે અચાનક દરોડો પડતા ખારવા વાડા વિસ્તારમાં દેશીદારૂ વેચતા બુટલેગરોમાં ભારે દોડધામ મચી ગયેલ હતી.
(11:44 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
