તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Monday, 2nd December 2024
સાવરકુંડલાઃ સુરત આચાર્ય સંઘની કારોબારીઃ વાર્ષિક અધિવેશનની તૈયારી

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા તા. રઃ સુરત શહેર આચાર્ય સંઘના નવનિયુક્ત હોદ્દેદારોની પ્રથમ કારોબારી સભા ૨૮મી નવેમ્બરે એક્સપેરિમેન્ટલ સ્કૂલમાં ગુજરાત રાજ્ય આચાર્ય સંઘના ઉપપ્રમુખ શ્રી કિશોરકુમાર એન. જાનીના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવી. જેમાં મહત્તમ હોદ્દેદારો અને કારોબારી સભ્યોએ ઉપસ્થિત રહી નિયત એજન્ડા મુજબની સમગ્ર કાર્યવાહીમાં સક્રિય રીતે જોડાઈને બહુમૂલ્ય યોગદાન આપ્યું.
આગામી ૧૩ મી ડિસેમ્બરે રાજ્યના શિક્ષણમંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરિયાની અધ્યક્ષતામાં વીર નર્મદ યુનિવર્સિટીના ઓડિટોરિયમમાં કુલપતિશ્રી કિશોરસિંહ ચાવડા, ગુજરાત રાજ્ય આચાર્ય સંઘના પ્રમુખશ્રી ભાનુભાઈ પટેલ અને અધ્યક્ષ જે.પી. પટેલની વિશેષ ઉપસ્થિતિમાં સુરત જિલ્લા શિક્ષણાધિકારીશ્રી ભગીરથસિંહ પરમારના માર્ગદર્શન હેઠળ યોજાનાર સુરત શહેર અને જિલ્લાના સર્વે ગ્રાન્ટેડ, નોન ગ્રાન્ટેડ શાળાઓના આચાર્યો માટેના શૈક્ષણિક અને વહીવટી વાર્ષિક અધિવેશન અંગે ગહન ચર્ચા, ચિંતન કરી તડામાર તૈયારીઓ હાથ ધરીને શિક્ષણના વિશાળ હિતમાં યોજાનાર આ વાર્ષિક અધિવેશનમાં સુરત શહેર, જિલ્લાના તમામ ગ્રાન્ટેડ, નોન ગ્રાન્ટેડ શાળાઓના આચાર્યોને અચૂકપણે જોડાવા હાંકલ કરી. આ સાથે સુરત શહેર આચાર્ય સંઘના પ્રમુખ કિશોરકુમાર નર્મદાશંકર જાનીની સુરત શહેર શૈક્ષણિક સંઘ સંકલન સમિતિમાં પણ પ્રમુખ તરીકે તાજેતરમાં નવી વરણી થવા બદલ તેઓશ્રીનું સર્વે હોદ્દેદારોએ સન્માન કર્યું. આચાર્ય સંઘના અધ્યક્ષશ્રી વિજયકુમાર બારોટની ઉપપ્રમુખ તરીકે તેમજ મહામંત્રી ભરતભાઈ મકવાણા, સલાહકાર વિમલભાઈ ચુડાસમા અને પૂર્વ પ્રમુખ ડો. રીટાબેન ફુલવાલાની સંકલન સમિતિમાં આમંત્રિત તરીકે વરણી થવા બદલ કારોબારી સભામાં ખુશીની લહેર પ્રસરી જતા સૌએ તેઓનું અભિવાદન કરી હાર્દિક અભિનંદન પાઠવેલ છે. તમામ હોદ્દેદારો અને કારોબારી સભ્યોની નોંધનીય હાજરીની સરાહના સાથે કારોબારી સભા સંપન્ન કરી હતી.
(1:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
