તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Monday, 2nd December 2024
મોરબી પાસે ક્રુરતાપૂર્વક ૪૦ ઘેટા ભરેલી બોલેરો પકડાઇ

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા.રઃ મોરબીના લક્ષ્મીનગર ગામની સીમમાં રવિરાજ ચોકડી નજીકથી પશુને ક્રુરતાપૂર્વક લઇ જવામાં આવતા હોવાની ફરિયાદ મોરબી તાલુકા પોલીસમાં નોંધાઈ છે.
મોરબીની સોનીબજારમાં રહેતા ચેતનભાઈ ચંદ્રકાંતભાઈ પાટડીયા એ મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે અલીશા ઉમરશા શેખ કોઈ સક્ષમ અધિકારોની પાસ પરમીટ વગર રાત્રીના સમયે પશુઓની ગેરકાયદેસર રીતે હેરાફેરી કરી તથા પાણી કે ધાસચારાની સગવડ વગર ક્રુરતાપૂર્વક બોલેરો ગાડીજીજે ૧૨ બીઝેડ ૮૩૪૬ માં નાના ઘેટા નંગ ૪૦ જેમાં એક ઘેટાની કીમત રૂ.૩૦૦૦ લેખે ૪૦ ઘેટાની કીમત રૂ.૧,૨૦,૦૦૦ તથા બોલેરો ગાડી કીમત રૂ.૩,૦૦,૦૦૦ એમ કુલ રૂ.૪,૨૦,૦૦૦ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથધરી છે જે મામલે મોરબી તાલુકા પોલીસની ટીમે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથધરી છે.
(1:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
