<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd December 2024

ગોંડલની મહિલાએ ટાસ્‍કમાં ઉંચા રિટર્નની લાલચે ર.૧પ લાખ ગુમાવ્‍યા

(હરેશ ગણોદીયા દ્વારા)ગોંડલ, તા., રઃ  ઓનલાઇન છેતરપિંડીના કિસ્‍સા દિવસેને દિવસે વધી રહ્યા છે ત્‍યારે ગોંડલની મહિલા પણ તેનો ભોગ બનવા પામ્‍યો છે અને તેને આર્થિક રૂ. ૨૧૫૦૦૦ ગુમાવવા પડતા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવા પામી છે

પ્રાપ્ત વિગતો મુજબ શહેરની ગુંદાળા ચોકડી પાસે આવેલ ઉર્જા રેસીડેન્‍સીમાં રહેતા લતાબેન કલ્‍પેશભાઈ કવાડ ને ટેલિગ્રામ ઓનલાઈન રીના ઇડી નામના એકાઉન્‍ટ સંચાલકે ઊંચા રિટર્ન આપવાની લાલચ આપી અલગ અલગ ટાસ્‍ક પૂરુ કરવાનું જણાવતા ઓનલાઇન રૂ. ૨૧૫૦૦૦ ગુમાવતા છેતરપિંડી નો ભોગ બન્‍યા નું જણાતા બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે રીના ઇડીના સંચાલક વિરુદ્ધ ભારતીય સંહિતા ૨૦૨૩ કલમ ૩૧૮ , ધિ ઇન્‍ફર્મેશન ટેકનોલોજી એક્‍ટ કલમ ૬૬ મુજબ ગુનો નોંધી કાર્યવાહી પી.આઈ જેપી ગોસાઈએ હાથ ધરી હતી.

(1:50 PM IST)