તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Monday, 2nd December 2024
સાસણ પાસે યુવાનને માર મારી બંદુક જેવું હથિયાર બતાવી લૂંટ ચલાવવાના ગુનામાં ધરપકડ
અન્ય પાંચ આરોપીને ઝડપી લેવા જુદી જુદી દિશામાં તપાસ

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ તા. ૦૨: તાલાલા તાલુકાના સાંગોદ્રા ગામના ૩૭ વર્ષીય જીપ્સી ચાલક અલ્પેશભાઇ લાધાભાઇ હરણેસાને તેના જ ગામના નાઝીમ હબીબ સોઢા સાથે છેલ્લા દોઢ મહિનાથી નાની મોટી બાબતોને લઈ માથાકૂટ ચાલતી હતી.
દરમિયાન યુવક જીપ્સીનો ફેરો કરી તાલાલાથી જીપ્સી હંકારીને યુવક પોતાના ગામ તરફ જઈ રહ્યો હતો તે વખતે સાસણ તાલાલા રોડ ઉપર ભોજદે ગામ જવાના કાચા રસ્તા પાસે જીપ્સી સાથે રોકી નાજીમ હબીબભાઇ સોઢા રહે. સાંગોદ્રા, અસ્લમ ગાઇડ રહે. સાસણ, અલી શરીફભાઇ કોરેજા રહે.સાંગોદ્રા અને ૩ અજાણ્યા શખ્સે ઉભો રાખી અગાઉની માથાકૂટનો ખાર રાખી નાજીમ સોઢાએ લોખંડના પાઇપ વડે જમણા પગ તથા બન્ને હાથમાં માર મારી ફ્રેક્ચર કરી ગોળી મારી દઇશ તેમ કહી બંદુક (પિસ્તોલ) જેવુ હથીયાર બતાવી મારી નાખવાની ધમકી આપી હતી.
તેમજ અલ્પેશના ખિસ્સામાંથી રૂપિયા ૧૧,૦૦૦ની રોકડ અને દોઢ તોલ સોનાનાં ચેનની લૂંટ ચલાવી તમામ શખ્સ માર મારી નાસી ગયા હતા. આ બનાવ અંગે ફરિયાદ થતાની સાથે મેંદરડાના ઇન્ચાર્જ મહિલા પીઆઈ એસ. એન. સોનારાએ ગણતરીની કલાકોમાં એક આરોપી સાસણનો અસલમ અનવર ભટીને પકડી પાડયો હતો. આ શખ્સને સાથે રાખી અન્ય આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.
(2:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
