તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Monday, 2nd December 2024
જુનાગઢમાં પેટ્રોલ પંપમાંથી ૩૦.૪૭ લાખની ઉચાપત કરનાર મેનેજર સાંજ સુધીના રીમાન્ડ પર
ઉચાપતના નાણાનો કયાં ઉપયોગ કર્યો તે અંગે આરોપીની પુછપરછ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા. રઃ જૂનાગઢમાં પેટ્રોલ પંપમાંથી રૂપિયા ૩૦.૪૭ લાખની ઉચાપત કરનાર મેનેજર રિઝવાન કુરેશીને પોલીસે સાંજ સુધીના રિમાન્ડ પર મેળવી ઉચાપતનાં નાણાનો કયાં ઉપયોગ કર્યો તે અંગે આરોપીની પૂછપરછ હાથ ધરી છે.
અત્રે રેલ્વે સ્ટેશન રોડ પર એલસીબી ઓફિસની સામે આવેલ કિરીટ ફયુલ્સ પેટ્રોલ પંપનાં મેનેજર રિઝવાન ઓસમાણ કુરેશીએ તા. ૧૬ ડિસેમ્બર ૨૦૨૨ થી તા. ૧૫ ઓગસ્ટ ૨૦૨૪ સુધીમાં પેટ્રોલ ડીઝલના રીડિંગ ઓછા બતાવી વેચાણમાં તફાવત ઉભો કર્યો હતો. તેમજ અને ખોટા હિસાબો ઉભા કરી પેટ્રોલ પંપના રૂપિયા ૩૫,૫૨,૦૩૭ પોતાના વપરાશ માટે લઈ ઉચાપત કરી હતી. જેમાંથી રૂપિયા ૫,૦૪,૫૦૦ ચુકવી આપી બાકીની રૂપિયા ૩૦,૪૭,૫૩૭ની ઉચાપત કર્યાની ફરિયાદ પેટ્રોલ પંપ માલિક વિરમભાઈ નંદાણીયાએ કરતા
બી ડિવિઝન પીએસઆઇ એચ. ડી. પરમારે મેનેજરની શનિવારે ધરપકડ કર્યા બાદ રવિવારે ૭ દિવસનાં રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કર્યો હતો પરંતુ કોર્ટે આજે સાંજ સુધીના રિમાન્ડ મંજૂર કરતા આરોપીની વધુ પૂછપરછ અને તપાસ હાથ ધરવામાં આવી છે.
(1:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
