તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Monday, 2nd December 2024
મૃતકનો અંગૂઠો લેવો ગંભીર ગુનોઃ મહેશગીરીને સાધુ પદેથી દૂર કરો
જૂનાગઢના એડવોકેટ શ્રીકાંત બી શુક્લા અને હેમાબેન એસ. શુકલા દ્વારા જુનાગઢના પંચ દશનામ જુના અખાડાના મહંત અને સેક્રેટરી સમક્ષ રજૂઆતઃ મૃતક પછી કોઇ વ્યકિતનો કાગળો ઉપર અંગૂઠો ન લઇ શકાય મહેશગીરી વિરૂધ્ધ જૈન સમાજે ભૂતકાળમાં રાષ્ટ્રપતિને આવેદન પત્ર પાઠવ્યું હતું અને આ સાધુ સામે પગલા ભરવા માંગણી કરી'તી

જુનાગઢ તા.૨: મળતક વ્યક્તિનો કાગળ ઉપર અંગૂઠો લેવો ગંભીર ગુનો છે. જુનાગઢના મહેશગીરીને સાધુ તરીકે અખાડામાં રાખી ન શકાય તેવી માંગણી જૂનાગઢના એડવોકેટ શ્રીકાંત બી. શુક્લા અને હેમાબેન એસ. શુકલા દ્વારા જુનાગઢના પંચ દશનામ જુના અખાડાના મહંત અને સેક્રેટરી સમક્ષ કરવામાં આવી છે.
ઉપરોક્ત બાબત અન્વયે વિનનતી કે અમો એડવોકેટ શ્રીકાંત બી શુક્લા અને હેમાબેન એસ. શુકલા જુનાગઢ ખાતે છેલ્લાં ૪૩ વર્ષથી વકીલાત કરીએ છીએ. તાજેતરમાં જુનાગઢ ગિરનાર ખાતેના અંબાજીના મહંતશ્રી તનસુખગીરીજીનું અવસાન થયેલ છે. શ્રી તનસુખગીરીજી રાજકોટ મુકામે ગોકુલ હોસ્પીટલમાં આઇ.સી.યુ.માં વેન્ટીલેટર પર કોમામાં હતા તે સમયે તા. ૧૮-૧૧-૨૦૨૪ ની મધ્યરાત્રીએ જુનાગઢના મહંત મહેશગીરીજી અને તેના કેટલાંક સાગરીતો સંતો, ડોક્ટર, એડવોકેટ, નોટરી અને સાક્ષીઓ વગેરે સાથે જઇને આઇ.સી.યુ.માં બ્રેનડેડ હાલતમાં રહેલ શ્રી તનસુખગીરીજીના અંગુઠા કોઈ કાગળો પર લઈ આવેલ છે. જે ગુનો મહેશગીરીજીએ મીડીયામાં અને પત્રકારો સમક્ષ કબુલ કરેલ છે અને તા. ૧૯-૧૧-૨૦૨૪ પછીના અનેક છાપાઓમાં આ અંગેની પ્રેસનોટોમાં પણ આવેલી છે.
આ રીતે બેન્ડોક અણિમી અંગુઠો થાઈ આપથી તે આઈ.પી.સી.ની શ્રવણ ૩૩હૃફુ(હૃ), ૩૩૬, ૨૮૦ તથા ૩૪ત રૂશશ્રફુ ફુીઠો મુખ ગંભીર યુની છે. ૪ અને ગુમેળ કર પણ ૧૦૦લો છે અને તેમની સાથે અમીએ ફરીયાદી તરીકે એસ.પી. જુનાગઢને તા. ૧૪-૧૫ ૨૦૨૪ ના રોજ ફરીયાદ પણ આપેલી છે. જેની નકલ મુખ્યમંત્રી , હોમ મીનીસ્ટર, આઈ જી વગેરેને પણ મોકલેલ છે
તેઓએ રજૂઆતમાં જણાવ્યું છે કે મહેશગીરીએ ઙ્કઅખાડો કે સાધુ સમાજ મારૂં શું બગાડી લેવાનો હતો અને અત્યારે જ ગુનો કબુલ કરી લેવાની એની જે નિંભરતા, હિંમત અને બેશરમી છે.
વિશેષમાં ભુતકાળમાં પણ તેમની આવી જ અનૈતિકતાને લીધે સ્વર્ગસ્થ મહંતશ્રી ગોપાલાનંદજીએ તેમનેને સાધુ સમાજમાંથી ડીસમીસ કરવા અંગેનો નિર્ણય લીધેલો. જેની જુની પ્રેસનોટ પણ ઉપલબ્ધ છે અને આમ આ વ્યક્તિ માત્ર અત્યારનો જ નહી. પરંતુ રીઢો તોહમતદાર અને ગુનેગાર છે. જે સમગ્ર સાધુ સમાજ અને અખાડા માટે શોભાસ્પદ અને સ્વીકાર્ય નથી.
આ ઉપરોક્ત સમગ્ર હકીકતે આ અરજી આપી વિનંતી કરવાની કે મહેશગીરીએ પોતાનો ગુનો કબુલ કરેલો હોય અને તેની સામે એફ.આઈ.આર. થયેલી હોય તેઓ
સાધુ સમાજ અને અખાડાના એધારવા મુજબ તાત્કાલીક શિસ્ત મુજબ અને કાનૂની પગલાં લઇ તેમનું અખાડાનું સભ્યપદ રદ કરી સાધુ સમાજમાંથી હિસમીસ કરવા વિનંસી છે.આ અંગે અમલવારી કરી મહેશગીરીને તેની જાણ કરવા તથા સોશિયલ મીડીયા અને પ્રેસમાં તેની જાણ કરવા વિનંતી.
હાલમાં ભૂતનાથ મંદીર, રાણેશ્વર મહાદેવ મંદીર અને કમંડલકુંડની ધાર્મિક જગ્યાઓ તેમના હસ્તક હોય તે તાત્કાલીક કબજો લઈ અખાડા હસ્તક કે નામદાર ચેરીટી કમીશ્નર કે સરકાર હસ્તક સોંપી આપવા અને આ અંગે સરકારને રજુઆત કરવા વિનંતી છે.
ઉપરોક્ત કાનુની તથા અખાડાના શિસ્ત મુજબની કાર્યવાહી ન કરવાથી. તેમાં વિલંબ કરવાથી કે કોઈપણ પ્રકારનું સમાધાન કરવાથી અખાડાની ગરિમા અને શિસ્ત તથા બંધારણને નુકશાન થવા ઉપરાંત એક કબુલ કરેલા ગુનાના ગુનેગારને ચાલુ રાખી ઉત્તેજન આપી સાથે આપવા બદલ ભવિષ્યમાં કાનુની સમસ્યાઓનો પણ સામનો કરવો પડે તેવી તમામ શકયતાઓ અને ભય છે. જે ધ્યાને લઈ તાત્કાલીક યોગ્ય કરવા વિનંતી. આવા વિકળત ગુનાહિત માનસવાળા વ્યક્તિના હાથમાં ભવિષ્યમાં કોઈપણ મહંત કે સામાજીક નાગરીકની સલામતી રહેશે નહી. જેની જવાબદારી શ્રી સરકાર ઉપરાંત અખાડાની પણ થઈ શકે છે.
કલેક્ટરશ્રી, જુનાગઢ જીલ્લો, જુનાગઢ,ને રજૂઆત કરીને ઉપરોક્ત વાદગ્રસ્ત તમામ જગ્યાનો કબ્જો ગુનેગાર પાસેથી લઈ શ્રી સરકાર હસ્તક લેવાની વિનંતી સાથે.ચેરીટી કમીશ્નર, જીલ્લો જુનાગઢ, ચીફ સેક્રેટરી, ગુજરાત સ્ટેટ, ગાંધીનગરને રજૂઆત કરીને તાત્કાલીક યોગ્ય કરવા જૂનાગઢના એડવોકેટ શ્રીકાંત બી શુક્લા અને હેમાબેન એસ. શુકલા દ્વારા જુનાગઢના પંચ દશનામ જુના અખાડાના મહંત અને સેક્રેટરી સમક્ષ માંગણી કરવામાં આવી છે.
મહેશગીરી વિરૂધ્ધ જૈન સમાજે ભૂતકાળમાં રાષ્ટ્રપતિને આવેદન પત્ર પાઠવ્યું હતું અને આ સાધુ સામે પગલા ભરવા માંગણી કરી હતી.
(1:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
