<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd December 2024

ધોરાજી દરબાર ગઢ માં ચાલતી સબ ટ્રેઝરી ઓફિસ સેવા સદનમાં કાર્યરત થશે..

મામલતદાર કચેરી અને તલાટી ઓફિસ બન્ને તાલુકા સેવા સદનના નવા બિલ્ડિંગમાં ગેલેક્સી ચોક ખાતે ફેરવાઈ ગઈ


(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી:- ધોરાજી ખાતે સબ ટ્રેઝરી ઓફિસ દરબાર ગઢ ખાતે ચાલી રહી હતી. એ દરબાર ગઢમાં મામલતદાર કચેરી અને તલાટી ઓફિસ પણ કાર્યરત હતી. મામલતદાર કચેરી અને તલાટી ઓફિસ બન્ને તાલુકા સેવા સદનના નવા બિલ્ડિંગમાં ગેલેક્સી ચોક ખાતે ફેરવાઈ ગઈ પરંતું ટ્રેઝરીઓફિસ જૂના દરબાર ગઢમાં ચાલતી હતી. જ્યાં પેન્શનરો ને આવવા જવા માટે ખુબ મુશ્કેલી પડતી હોવાથી પેન્શનર મંડળ દ્વારા રજુઆત કરવામાં આવી હતી કે ૯૦૦ થી વધારે પેન્શનર અને ૯૦ જેટલાં પેન્શનર ૮૦ વર્ષથી વધું ઉંમરના હોવાથી સીડી ચડવામાં તકલીફ થતી હોય જે ઓફિસ તાલુકા સેવા સદનમાં ફેરવવા માગણી કરી હતી.
જે માગણી અન્વયે ટ્રેઝરી ઓફિસ સેવા સદનમાં હવેથી કાર્યરત થશે.



 

(9:53 PM IST)