News of Tuesday, 3rd December 2024
આજે વિશ્વ દિવ્યાંગ દિવસ: ગુજરાતના દિવ્યાંગોના દિવ્યમિત્ર સુરેશ આહિર, આત્મનિર્ભરતા સાથે સામાજિક અને રાજકીય ક્ષેત્રે અગ્રેસર
ગુજરાત ના દિવ્યાંગો માટેના ગ્રુપ દિવ્યમિત્ર- ગુજરાતનો ઉદેશ્ય દિવ્યાંગોથી, દિવ્યાંગો દ્વારા,દિવ્યાંગો ની મદદ આના લીધે અનેક દિવ્યાંગો ને પરસ્પર મદદ કરી ને કામ કરવાની ભાવના

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૩ : આજે વિશ્વ દિવ્યાંગ દિવસ આપણે વાત કરવી છે એક એવા દિવ્યાંગ વ્યક્તિ ની કે જેના હાથ પગ નિર્બળ પણ મન મક્કમ એવા દિવ્યાંગ યુવાન સુરેશ આહિર (દિવ્યમિત્ર)ની. આ યુવાન દિવ્યાંગજનો માટે માન ઉપજાવે એવું કામ કરે છે.
કચ્છના અંજાર તાલુકાના સંઘડ ગામે રહેતા સુરેશભાઈ રવજીભાઈ આહિર મસ્ક્યુલર ડિસ્ટ્રોફીના કારણે શારિરિક રીતે ૮૫ ટકા દિવ્યાંગ છે.
આ યુવાન પોતે સાવ પરાધીન હોવા છતાં આત્મનિર્ભર છે. સુરેશભાઈ પોતાની બુદ્ધિશક્તિ થી ગામની અંદર જે વસ્તુઓ ના મળતી એવી વસ્તુઓ ની કટલેરી, કાપડ, મોબાઈલ રીચાર્જ ની દુકાન ચલાવે છે. એ સાથે જે તેઓ સામાજિક સેવા માટે સક્રિય રહી દિવ્યાંગોને મદદરૂપ બનવા તત્પર રહે છે. દિવ્યાંગ સર્ટી, સાધનસહાય અને અન્ય સરકારી યોજનાઓ માટે મદદ કરે છે
અને ગામના સામાજીક,ધાર્મિક કાર્યો જેમકે છેલ્લા ૧૬ વર્ષથી સમૂહ લગ્નો અને સમૂહ ભાગવત સપ્તાહના આયોજનોમાં પણ ઉપયોગી થઈ પોતાનાથી થઈ શક્તિ મદદ કરે છે. જેમકે કોઈ મંદિરનિર્માણ કે એવા કાર્યો માં લખાણ જેવી ને સમુહલગ્ન જેવા કાર્યો માં પણ લખાણ ને સોશિયલ મિડીયા ના માધ્યમ થી પોસ્ટર બનાવી દાતાઓને બિરદાવવા કોઈ વ્યક્તિ ને સરકારી યોજનાનો લાભ અપાવવા માહિતી આપવી વગેરે કામગીરી કરે છે.સાથે ગૌ સેવા માટે દાન આપનાર વ્યક્તિઓને પોસ્ટર થી બીરદાવવા.ગામની અંદર વીજળી બંધ થાય એટલે જીઈબી માં કોલ કરી જાણ કરવી.
રાષ્ટ્રવાદ ના વિચારો સાથે રાજકીય રીતે ભાજપાના સક્રિય કાર્યકર તરીકે કામ કરે છે છેલા ૧૪ વર્ષ થી સોશિયલ મિડીયા આઈ.ટી.એસ.એમ. નું કામ કરે છે અને અવનવા ઈલેકશન સુત્ર બનાવવા માં બહુ નિપુણ છે અને અનેક દિવ્યાંગો ને રાષ્ટ્રવાદી વિચારધારા થી જોડયા છે અને ગુજરાત ના દિવ્યાંગો સુરેશભાઈ ને ( દિવ્યમિત્ર- ગુજરાત તરીકે ઓળખે છે અને તેઓ ગુજરાત ના દિવ્યાંગો માટે એક એવું ગ્રુપ ચલાવે છે જે ગ્રુપ નું નામ છે દિવ્યમિત્ર- ગુજરાત જેનો ઉદેશ્ય દિવ્યાંગોથી, દિવ્યાંગો દ્વારા,દિવ્યાંગો ની મદદ આના લીધે અનેક દિવ્યાંગો ને પરસ્પર મદદ કરી ને કામ કરેલ છે. અને સુરેશભાઈ ના જીવન નું એક જ લક્ષ્ય છે દિવ્યાંગો નું જીવન દિવ્ય બને. પોતે દિવ્યાંગ હોવા છતાં પોતાની પાસે ઈલેક્ટ્રીક પાવર વ્હિલચેર છે એવી વ્હિલચેર કચ્છ ના જરુરીયાતમંદોને અંગદાનના પ્રણેતા દિલીપભાઈ દેશમુખ દાદા અને સાંસદ વિનોદભાઈ ચાવડાના સહયોગ થી અપાવી છે. હવે જે મસ્ક્યુલર ડિસ્ટ્રોફી નામની ગંભીર બીમારી થી પીડીત ગુજરાત ના બધા દિવ્યાંગોને ઇલેક્ટ્રિક વ્હીલચેર મળે અને સરકાર માસિક પેન્શનની રકમ વધારી આપે, ઘર બેઠા ફીજીયોથેરાપી ની સારવાર મળે એના માટે છેલ્લા ૨ વર્ષ થી ઝુંબેશ ચલાવે છે. મસ્ક્યુલર ડિસ્ટ્રોફીથી પીડીત લોકોનું ૧૧ વર્ષ થી ભારત અને ગુજરાત નું ગ્રુપ ચલાવે છે અને પીડીત લોકો નું મનોબળ મજબુત કરે છે. સુરેશભાઈની ઝુંબેશ ચાલુ છે પણ આ સંઘર્ષનો રાહ છે. એમને સફળતા માટે સમાજ અને તંત્રના સાથ અને સધિયારાની જરૂર છે. આ દિવ્યાંગ યુવાન સુરેશભાઈના બુલંદ જુસ્સા અને હોંશલાને અર્પણ આ પંક્તિઓ… “નબળા મનના માનવીને રાહ જડતો નથી અને અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી”. દિવ્યાંગ વ્યક્તિઓ એમનો સંપર્ક સાધી શકે છે, સુરેશ આહિર, મોબાઈલ નંબર ૯૪૨૬૬૮૨૭૦૩.
(9:31 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
