<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd December 2024

વડાળી શ્રી વિહોત માતાજી મંદિરે શ્રી રામચરિત માનસ કથા

બ્રહ્મલીન મહેશનાથ બાપુના આર્શિવાદથી પૂજારી કાંતિબાપુની આગેવાનીમાં તા. ૧૬ થી તા. ર૪ ડિસેમ્‍બર સુધી ભવ્‍ય આયોજન : વ્‍યાસાસને રાજકોટના શાષાી ભરતભાઇ ડી. વ્‍યાસઃ વિવિધ પ્રસંગો ઉજવાશે : બપોરે-સાંજે મહાપ્રસાદ

રાજકોટ, તા. ર :  શ્રી વિહોત માતાજી મંદિર ભાવનગર-રાજકોટ હાઇવે, વડાળી ગામ, વાયા-ત્રંબા, તા.જી. રાજકોટ ખાતે તા. ૧૬ ને સોમવારથી તા. ર૪ ને મંગળવાર સુધી બ્રહ્મલીન મહેશબાપુના આશિર્વાદથી અને શ્રી વિહોત માતાજી મંદિરના પૂજારી શ્રી કાંતિબાપુની આગેવાનીમાં શ્રી રામચરીત માનસ કથાનું શાષાીજી ભરતભાઇ ડી. વ્‍યાસ (રાજકોટવાળા)ના વ્‍યાસાસને આયોજન કરવામાં આવ્‍યું છે.

ભગવતી રાજરાજેશ્વરી ત્રિગુણાત્‍મિકા આદ્યશકિત શ્રી વિહોતધામના આંગણે વિક્રમ સંવત ર૦૮૧ ના માગશર વદ-એકમ ને સોમવાર તા. ૧૬-૧ર-ર૦ર૪ થી માગશર વદ-નોમને મંગળવાર તા. ર૪-૧ર-ર૦ર૪ સુધી શ્રી રામચરિત માનસ કથાનું કથાકાર  શાષાી ભરતભાઇ ડી. વ્‍યાસ (રાજકોટવાળા) સવારના ૯ થી ૧ર અને બપોરે ૩:૩૦ થી સાંજના ૬:૩૦ સુધી સંગીતમય શૈલીમાં રસપાન કરાવશે.

શ્રી વિહોત માતાજી મંદિર ભાવનગર હાઇવે, વડાળી ગામ, વાયા ત્રંબા, તા. જી. રાજકોટ ખાતે બ્રહ્મલીન મહેશનાથબાપુના આશિર્વાદથી અને પૂજારી કાંતિબાપુના સાનિધ્‍યમાં આયોજીત શ્રી રામચરિત માનસ કથામાં વિવિધ પ્રસંગો ધામધૂમથી ઉજવાશે  અને મહાપ્રસાદ દરરોજ બપોરે ૧૧:૩૦ વાગ્‍યે અને સાંજે ૬:૩૦ વાગ્‍યે યોજાશે.

સવારે- સ્‍થાપિત દેવતાની પુજા, પોથી  યાત્રા બપોરે ૨-૩૦ કલાકે શ્રી તુલસી દાસજીનું ચરીત્ર-મહાત્‍મય વંદના પ્રકરણ, શિવ ચિત્ર બુધવાર તા. ૧૮ ના શ્રી રામ જન્‍મ મહોત્‍સવઃ બપોરે ૧૨- કલાકે ગુરૂવાર તા. ૧૯ ના શ્રી રામ બાળચરીત્ર, વિશ્વ મિત્રજીની કથા શુક્રવાર તા. ૨૦ - ના શ્રી સીતારામ વિવાહઃ બપોર પછી ૫-૦૦ કલાકે શનિવાર તા. ૨૧ ના કેવટ પ્રસંગના શ્રીભરત મિલાપ- શબરીની નવધા ભકિત રામ પાદુકા પૂજન સોમવાર તા. ૨૬ ના સુંદર કાન્‍ડ, શ્રી સેતુબંધ રામેશ્વરજીની સ્‍થાપના પૂજન મંગળવાર તા. ૨૪ ના યુધ્‍ધ કાન્‍ડ, રાવણ વધ, રામ રાજયાભિષેક બપોરે ૧૧-૩૦ કલાકે કથા વિરામ લેશે.

ભાવિકોને કથા શ્રવણનો લાભ લેવા શ્રી વિહોત માતાજી મંદિરના પૂજારી કાંતિબાપુ (મો. ૯૯૧૩૧ ૩૧૭૨૮) અને સેવકો દ્વારા આમંત્રણ પાઠવાયુ છે.  શ્રી વિહોત માતાજી મંદિરે પૂજારી શ્રી કાંતીબાપુની આગેવાનીમાં શ્રીરામચરીત માનસ કથાની થતી તૈયારી નજરે પડે છે.

(10:45 AM IST)