તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Tuesday, 3rd December 2024
જુનાગઢ ભુતનાથ મહાદેવ મંદિરે શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભઃ પોથીયાત્રામાં સાધુ સંતો અને ભાવિકો વિશાળ સંખ્યામાં જોડાયા

જુનાગઢઃ જૂનાગઢ શહેરમાં ભૂતનાથ મહાદેવ મંદિરના સાન્નિધ્યમાં તા. ૨ ડિસેમ્બર ના સોમવારથી શ્રીમદ્ ભાગવત કથાનો પ્રારંભ થયો છે. કથાના પ્રારંભે આંતરરાષ્ટ્રીય કથાકાર ડો. મહાદેવપ્રસાદ મહેતાએ શ્રીમદ્ ભાગવતનું માહાત્મ્ય સમજાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, ગીતાપાઠમા ભગવાનનો ઉપદેશ છે કે, કોઈને તમે ઉપદેશ આપો તો તે જાગળત ન થાય પણ જો ઉદાહરણ આપો તો જાગળત થાય. સાધુને જોવા માટે શ્રદ્ધાની દૃષ્ટિ જોઈએ. તમે અનુષ્ઠાન કરવા બેસો એટલે જે દિશામાં બેસો એ દિશામાં જેનું મંદિર હોય એ સાંભળશે. સત્કર્મ કોને કહેવાય કે જે સાધુ પુરુષો બતાવે એને સત્કર્મ કહેવાય. સહજ રીતે સાધનામાં જોડાઈ જવા માટે કોઈ ક્ષેત્ર હોય તો એ છે બદ્રીનાથ. ત્યાંનો પ્રભાવ એવો છે કે તમને ભાવ સમાધિના સ્પંદનોનો અનુભવ થાય. જેવી રીતે કેરીમાં આંબા કરતાં વધુ મીઠાશ હોય છે.
કથા પ્રારંભ પહેલાં બપોરે ૨.૩૦ વાગ્યે જાગનાથ મંદિરેથી પોથી યાત્રા નિકળી હતી. જેમાં ભૂતનાથ મહાદેવ મંદિરના મહંત મહેશગીરીબાપુ, મહામંડલેશ્વર સ્વામીશ્રી શ્રદ્ધાનંદગીરીજી મહારાજ, મહામંડલેશ્વર જગજીવનદાસબાપુ, શ્રીમહંત મહાદેવગિરી બાપુ, સેક્રેટરી શ્રી કનૈયાગીરીબાપુ, સેક્રેટરી શ્રી અમળતગીરીબાપુ (ચકાચક બાપુ), શ્રીમહંત અવધેશાનંદભારતીજી મહારાજ, લઘુ મહંતશ્રી મહાદેવભારતીજી મહારાજ, થાનાપતિશ્રી દિનેશગીરીજી મહારાજ, મહામંડલેશ્વર કિશનદાસજી મહારાજ - રામટેકરી, શ્રીમહંત ભગવતીદાસજી મહારાજ - સીતાવન, યોગી શ્રી સોમનાથજી મહારાજ - ગોરક્ષપીઠ, મહંતશ્રી રામરૂપદાસજી - ચેલૈયાધામ, સુખરામદાસબાપુ - ખાખી મઢી, શરણાનંદજી મહારાજ, મસ્તરામબાપુ, સંધ્યાગીરી મહારાજ - આનંદ આશ્રમ, સ્વામીશ્રી દલપતગીરીજી, અભયગીરી મહારાજ - ભવનાથ, દેવગીરીબાપુ, થાનાપતિશ્રી ગંગાદાસજી મહારાજ - ઉદાસીન અખાડા, નિલકંઠાનંદજી મહારાજ - અગ્નિ અખાડા, દિવ્યાનંજી મહારાજ - અગ્નિ અખાડા, સહિતના સંતો જોડાયા હતા.
આ સાથે જૂનાગઢના ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, પૂર્વ ધારાસભ્ય ભીખાભાઈ જોષી, ઉતારા મંડળના ભાવેશભાઈ વેકરીયા, પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના પૂર્વ સભ્ય યોગીભાઈ પઢિયાર, પૂર્વ કોર્પોરેટર નિર્ભય પુરોહિત, સમસ્ત બ્રહ્મ યુવા ટ્રસ્ટના જયદેવભાઈ જોષી, મહિલા આગેવાનો, શહેરની તમામ સામાજીક, ધાર્મિક અને વેપારીઓ સહિતના જોડાયા હતા. તસ્વીરમાં યોજાયેલ પોથીયાત્રા સાધુ-સંતો અને આગેવાનો તેમજ દિપ પ્રાગટય કરતા સંતો અને કથાનું રસપાન કરાવતા પુ.મહાદેવપ્રસાદ મહેતા અને ઉપસ્થિત સંતો-મહંતો અને ભાવિકો નજરે પડે છે. (અહેવાલઃ વિનુ જોશી, તસ્વીરઃ મુકેશ વાઘેલા-જુનાગઢ)
(10:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
