News of Tuesday, 3rd December 2024
હળવદ પોલીસના વ્યાપક દરોડાઃ દેશી દારૂના ૧૪ અડ્ડા ઉપર પાંચ ટીમો ત્રાટકીઃ ૧૩ની ધરપકડ

વઢવાણ તા.૩: હળવદ પોલીસ મથકના પીઆઇ આર.ટી વ્યાસના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ તેમજ ૩૦ પોલીસ જવાનો દ્વારા હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં દેશી દારૂના ધંધાર્થીઓને ત્યાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
જેમાં હળવદ રહેતા ધવલભાઇને ત્યાંથી ૧૦ ઇંગ્લિશ દારૂની બોટલ સાથે તેને ઝડપી લીધો હતો. સુનીલનગર વિસ્તારમાં રહેતા લાલભા દિલુભા ઝાલાને ૫૦ લિટર દેશી દારૂના આથા સાથે ઝડપી લીધા હતા.તેમજ ભવાનીનગર વિસ્તારમાંથી દશરથભાઈ ધમાભાઈ કોળીને ૬૦ લીટર દારૂનો આથો અને પાંચ લિટર દેશી દારૂ તેમજ દિનુબેન પ્રવીણભાઈ કોળીને ૧૦ લીટર દારૂ સાથે ઝડપી લીધા છે. ચરાડવા ગામેથી જગાભાઈ મનુભાઈને ૭ લીટર દેશી દારૂ, કલ્પેશભાઈ બારોટને ૧૩ લીટર દેશી દારૂ, સદામભાઈ ગુલ મોહમ્મદભાઈ ભટીને ૧૫ લીટર દેશી દારૂ અને સુરેશભાઈ લાલજીભાઈ ડાભીને ૧૨ લિટર દેશી દારૂ સાથે ઝડપી લીધા છે. તેમજ ચૂંપણી ગામેથી વિનાભાઈ કેશાભાઈ ને ૧૦ લીટર દારૂ અને સુંદરગઢ ગામેથી મનીષાબેન બળદેવભાઈનો ૮ લિટર દેશી દારૂ ઝડપી લીધો છે. મનીષાબેન ફરાર હોય તેઓને ઝડપી લેવા તપાસ હાથ ધરાઈ છે. જુના ઘાટીલા ગામે રહેતા યોગેશભાઈ હીરાભાઈ ચનુરાએ ધુળકોટ ગામની સીમમાં દેશી દારૂની ભઠ્ઠી ચાલુ કરી હોવાની બાતમીના આધારે પોલીસે ૧૫૦ લીટર આથો કબજે લીધો છે જ્યારે આરોપી હાજર મળી ન આવતા ગુનો નોંધી કાર્યવાહી હાથધરી છે.બીજી તરફ રાયસગપર ગામે રહેતા મહેશભાઈ કમાભાઈ ડાભી ગામના પાદર માંથી પસાર થતી નદી કાંઠે દારૂની ભઠ્ઠી ચલાવતા હોય જેથી તેઓને ત્યાંથી ૧૫૦ લીટર આથો અને ૧૪ લીટર દેશી દારૂ સાથે આરોપીની અટકાયત કરાઈ છે તેમજ કાનજીભાઈ રણછોડભાઈ કોળી રહે કેદારીયા તેઓને ત્યાંથી પણ ૧૭ લીટર દેશી દારૂ સાથે અટકાયત કરી પોલીસ મથકે લઈ આવી કાર્યવાહી હાથધરી છે.
હળવદ પોલીસ દ્વારા જુદી જુદી પાંચ ટીમો બનાવી દેશી અને ઇંગ્લિશ દારૂનું વેચાણ કરતા બુટલેગરોને ત્યાં ઓચિંતી કાર્યવાહી કરવામાં આવતા દારૂના ધંધા સાથે સંકળાયેલા લોકોમાંનો ફફડાટ ફેલાયો છે.
(11:24 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
