તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૪ ગુરૂવાર
News of Tuesday, 3rd December 2024
મોરબીના પૂર્વ એસ.પી. કરણરાજ વાઘેલા સહિત પાંચ પોલીસ કર્મચારીઓ સામે ગુનો નોંધવા કોર્ટનો આદેશ
ભાવનગરના કોમ્પ્યુટર એન્જીનીયરને પોલીસ લોકઅપમાં માર મારવા અંગે

મોરબી-ભાવનગર તા. ૩ :.. ભાવનગરના કોમ્પ્યુટર એન્જિનિયરનું અપહરણ કરી લોકઅપમાં ઢોરમાર મારવા મામલે કોર્ટે એસપી, પીએસઆઇ, હેડ કોન્સ્ટેબલ સહીત પાંચ પોલીસ કર્મીઓ સામે ફોજદારી ગુનો નોંધવા આદેશ કર્યોઃ પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે.
મોરબી જિલ્લામાં એસપી તરીકે ફરજ બજાવી ચુકેલા કરણરાજ વાઘેલા અધિકારી સહીત પાંચ પોલીસ કર્મીઓ સામે અપહરણ, લોકઅપમાં ઢોરમાર મારવા મામલે કોર્ટે એસપી, પીએસઆઇ, હેડ કોન્સ્ટેબલ સહીત પાંચ પોલીસ કર્મીઓ વિરુદ્ધ ફોજદારી ગુન્હો નોંધવા આદેશ કર્યો છે.
મોરબીના મીડિયામાં પ્રસિદ્ધ થયેલા અહેવાલો મુજબ ભાવનગરના કોમ્પ્યુટર એન્જિનિયર આશિષ ચૌહાણ નામના વ્યક્તિને અપહરણ અને પોલીસ સ્ટેશન લઈ જઈને લોકઅપમાં ત્રણ દિવસ સુધી ગોંધી રાખીને ઢોર માર મારવા મામલે ભાવનગર કોર્ટ દ્વારા વલસાડ એસપી અને વડોદરાના ડીએસપી તરીકે ફરજ બજાવી ચૂકેલ પોલીસ અધિકારી તથા માંજલપુર પોલીસ સ્ટેશનના પુર્વ પીએસઆઇ શેલાણા અને હેડ કોન્સ્ટેબલ સહીત પાંચ પોલીસ કર્મીઓ વિરુદ્ધ ભાવનગર કોર્ટ દ્વારા ફોજદારી ગુન્હો નોંધી ફરીયાદ દાખલ કરવા આદેશ આપ્યો છે.
આ કેસમાં ફરીયાદી આશિષ ચૌહાણે જણાવ્યું હતું કે ૨૦૨૦ના વર્ષમાં માંજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા વાહનચોરીના કેસમાં તેમની ભાગીદારી હોવાનો ખોટો આક્ષેપ કરીને તેમની દુકાનેથી ગાડીમાં ઉપાડીને લઈ ગયા હતા જ્યાં આરોપી પોલીસ કર્મીઓએ ચાર દિવસ સુધી ગોંધી રાખીને શારીરિક ત્રાસ આપીને હેરાનગતિ કરેલ.
આ ઉપરાંત.૨૯ નવેમ્બર ૨૦૨૦ના રોજ બ્લેક કલરની ક્રેટા કારમાં આવેલા પીએસઆઈ શેલાણા સાથે અન્ય લોકો આશીષ ચૌહાણની દુકાન પર આવ્યા અને તેમને ઢોર માર મારતા કારમાં ખેંચીને ભાવનગરના સ્થાનિક પોલીસ સ્ટેશન લઈ ગયા હતા પોલીસ સ્ટેશનમાં પણ તેમની સાથે મારામારી થઈ હતી.
ત્યારબાદ તેમને વડોદરા સ્થિત માંજલપુર પોલીસ સ્ટેશન લઈ જઈ માં ત્રણ દિવસ સુધી ગોંધી રાખીને ઢોર માર મારવામાં આવ્યો હતો આ મામલે આશીષના પિતા નિવળત્ત હેડ કોન્સ્ટેબલ અને પત્નીએ પણ એક એ.એસ.આઈ દ્વારા ઘમકી અને હેરાનગતિનો સામનો કરવો ઘટ પડ્યો હતો તેઓ કેસ છે. પુરાવા તરીકે સીસીટીવી ફૂટેજ રજૂ કરાયાનું જાણવા મળે છે.
આશીષના જણાવ્યા મુજબ તે વખતે વડોદરાના ડીએસપીએ પણ લોકઅપમાં પીવીસી પાઈપથી અને બે કલાક સુધી માર માર્યો હતો. આ ગુનામાં ઉલ્લેખિત તમામ પોલીસ અધિકારીઓ સામે કોર્ટે ફોજદારી કેસ દાખલ કરવા અને ૧૨ ડિસેમ્બર ૨૦૨૪ના રોજ સમન્સ જારી કરવાનો આદેશ આપ્યો છે.
આ કેસમાં આરોપી અધિકારીઓમાં હેડ કોન્સ્ટેબલ ઠાકોરભાઈ, અમરદીપસિંહ ચૌહાણ અને મેહુલદાન ગઢવીનો પણ સમાવેશ થાય છે. હવે આ કેસની આગળની સુનાવણી પર સૌની નજર મંડાયેલ છે. હજુ સુધી કોઈ એફઆઇઆર નોંધાયાનો જાણવા મળતું નથી.
(2:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
