તા. ૧૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૧ શનિવાર
News of Tuesday, 3rd December 2024
મેંદરડા તાલુકા વિકાસ અધિકારીને કોન્ટ્રાક્ટરે થપ્પડ મારી ધમકી આપી
મનસ્વી વાતોને તાબે નહીં થતાં ફરજમાં પણ રૂકાવટ કરી, આરોપીની અટક

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા., ૩ : મેંદરડા તાલુકા વિકાસ અધિકારી તુષારભાઈ વિઠ્ઠલભાઈ રાદડિયા મનસ્વી વાતોને તાબે નહીં થતા કોન્ટ્રાક્ટર દીપક ગોવિંદ મકવાણાએ થપ્પડ મારી ધમકી આપી અને ફરજમાં રૂકાવટ કર્યાનો બનાવ તાલુકા પંચાયત કચેરીમાં બન્યો હતો. આ ઘટનાને લઈને પોલીસે ટીડીઓની ફરિયાદ લઈ આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી હતી.
તાલુકા વિકાસ અધિકારી રાદડિયાએ નોંધાવેલી ફરિયાદ અનુસા તાલુકા પંચાયત કચેરીમાં ફરજ બજાવતા મયુરભાઇ મકવાણાને બાંધકામ શાખાના વધારાના ચાર્જમાંથી છુટા કરી ટીડીઓ રાદડિયાએ કાયદેસરનુ કામ કર્યું હતું.
તેમજ તાલુકા પંચયાતની ન્યાય સમીતીની ચેમ્બર તથા પ્રમુખ ચેમ્બરમાં તાલુકા પંચાયતના સભ્યોની ગેરહાજરીમાં બીજા માણસોને બેસવાની ના પાડી તે બાબતે પણ દિપકભાઇની મનસ્વી વાતોને તાબે ન થતા હોય અને નિયમ મુજબ પોતાની ફરજ બજાવતા હોય જેથી તેનો ખાર રાખી આ કામના દિપક મકવાણા રહે. મેંદરડા વાળા ટીડીઓ તુષાર રાદડિયાની ઓફીસમાં ગઈકાલે બપોરે પરવાનગી વગર આવી ફરીના ટેબલ ઉપર હાથ પછાડી ગાળો કાઢી ડાબા ગાલ ઉપર થપ્પડ મારી જાનથી મારી નાખવાની ધમકી આપી કાયદેસરની ફરજમાં રૂકાવટ કરી હતી.
આ અંગેની ફરિયાદના આધારે મેંદરડાના ઇન્ચાર્જ મહિલા પીઆઈ એસ. એન. સોનારાએ તાત્કાલિક કાર્યવાહી કરી દિપક મકવાણાની અટક કરીને વધુ તપાસ હાથ ધરી હતી.
(1:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
