<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd December 2024

ટંકારાના ઓટાળા ગામના યુવાને મોરબીના વ્‍યાજખોર સામે ફરીયાદ કરી

લોક દરબારમાં રેન્‍જ આઇજીને રજૂઆત બાદ ટંકારા પોલીસે ગુન્‍હો દાખલ કર્યો

(જયેશ ભટ્ટાસણા દ્વારા) ટંકારા તા. ૩: ટંકારાના ઓટાળા ગામના યુવાને મોરબીના વ્‍યાજખોર સામે પોલીસમાં ફરીયાદ કરી છે.

મળતી વિગતો મુજબ મળતી વિગતો મુજબ  બેચર મગનભાઇ ધોડાસરા ઉ.વ.૨૭ ધંધો.ખેતી રહે. ઓટાળા વાળા એ હિરેન રાજેશભાઈ પંડયા રહે.મોરબી હાઉસિંગ બોર્ડ વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે હિરેનભાઈ એ મારા વિરૂધ્‍ધમાં મોરબી કોર્ટમા સને-૨૦૨૨ ના સાતમાં મહિનામાં નેગો એક્‍ટ - ૧૩૮ મુજબ ફરીયાદ કરેલ હોય પોતે લોક દરબારમાં રજુઆત કરવા માટે મોરબી ગયા હતા જ્‍યા રેન્‍જ આઈજી એસ પી ધારાસભ્‍યો સહિતના ની હાજરીમાં ફરીયાદ કરેલ.

ફરીયાદીને આરોપીએ ઉંચા વ્‍યાજે નાણા ધીરી આ કામના ફરી.એ વ્‍યાજ સહીત મુદલ રકમ પરત આપી દીધેલ હોવા છતા બળજબરી પુર્વક વધુ વ્‍યાજ લેવા માટે ફરીયાદી પાસે નોટરી લખાણ લખાવી લઇ ફરીયાદીએ આપેલ કોરા ચેક માં રકમ ભરી ચેક રીટન થતા કોર્ટમાં નેગો ૧૩૮ મુજબ કેસ કરી હેરાન પરેશાન કરી ઉચા વ્‍યાજના રૂપીયાની ઉઘરાણી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી ગુન્‍હો કર્યા બાબતે ગુનો નોંધવા કહેતા ટંકારા પોલીસે આઇ.પી.સી. કલમ - ૩૮૬,૫૦૬ (૨) તથા નાણા ધીરધાર અધિનીયમ. ૨૦૧૧ ની કલમ.૪૦,૪૨ મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. (૭.રપ)

(1:24 PM IST)