તા. ૧૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૧ શનિવાર
News of Tuesday, 3rd December 2024
વડિયામાં રેલી બાદ યુવકને હડધૂત કરનારા સામે પોલીસ ફરીયાદ

(ભીખુભાઇ વોરા દ્વારા) વડિયા, તા. ૩: અમરેલી જિલ્લા ના છેવાડા ના તાલુકા એવા વડિયા ની ભાગોળે આવેલા સાકરોડા ગામના દલિત યુવક વડિયા બસસ્ટેન્ડ માં પોતાનું મોટરસાયકલ મૂકીને ત્યાંથી મજૂરી કામે ગયા હોય સાંજના સમયે તે પરત ફરી મોટર સાયકલ લેવા ગયા ત્યારે એક બિસ્કિટ નુ પેકેટ લઇ ને એક ગાયને તેમાંથી બિસ્કિટ નાખતા તે ગાય પાસે જતા ઉભેલા શખ્સો એ ગાય સાથે ખરાબ કળત્ય કરે છે તેવુ કહી ઢીંકા પાટુનો માર મારી ને જાતિ પ્રત્યે અપમાન જનક શબ્દો બોલીને તેને હડધૂત કરી વિડિઓ વાઇરલ કરેલ હતા.
જે બાબતે તારીખ ૨૮/૧૧/૨૦૨૪ થી આ બનાવ બાબતે સમગ્ર ગામમાં ચર્ચાઓ અને વિડિઓ વાઇરલ થતા જોવા મળ્યા હતા.આ બાબતે દલિત સમાજના યુવા આગેવાનો એ ફરિયાદ દાખલ કરાવવા આગળ ની તજવીજ હાથ ધરતા તારીખ ૦૨/૧૨/૨૦૨૪ ના રોજ ભોગ બનેલા દલિત યુવાન પર થયેલા અત્યાચાર બાબતે વડિયા ના ડો.બાબા સાહેબ આંબેડકર ચોક થી મોટી સંખ્યા માં રેલી સ્વરૂપે દલિત સમાજના લોકો એકત્રિત થઈ પોલીસ સ્ટેશન ભોગ બનનાર દલિત યુવક ની ફરિયાદ નોંધાવવા માટે ગયા હતા.
હાલ તો ભોગ બનનાર ફરિયાદી ની ફરિયાદ ના આધારે વડિયા પોલીસમાં બીએનએસ કલમ ૧૧૫(૨),૩૫૨,૩૫4ns અને અનુ. જાતિ ને અનુ. જન જાતિ પ્રતિબંધ અધિનિયમ 3(1) (e), 3(1) (r), 3(1) (s), 3(2)(va)ns મુજબ ત્રણ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ આગળ ધરવામા આવી છે
(1:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
