તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Wednesday, 4th December 2024
જસદણના હુડકો બ્રિજ માટે રૂા.૨.૨૮ કરોડ મંજૂર કરાવતા કુંવરજીભાઈ બાવળીયા
હુડકો સોસાયટીથી મફતીયા પરાને જોડતા ભાદર નદી પર બ્રિજ થશે પછી ટ્રાફીક સમસ્યાનું નિરાકરણ આવશે: જસદણ-વિંછીયાના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી દ્વારા બ્રિજની માંઞણી સંતોષાતા રોજ અવર જવર કરતા લોકોમાં ખુશી

(વિજય વસાણી દ્વારા)આટકોટ તા.3 : જસદણ નગરપાલીકા વિસ્તારમાં આવેલા હુડકો સોસાયટીથી મફતીયાપરાને જોડતા મહત્વના બ્રિજના કામ માટે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ જસદણ-વિંછીયાના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ રૂ।.૨.૨૮ કરોડની રકમ મંજુર કરાવતા લોકોમાં ખુશી છવાઈ ગઇ છે.
હુડકો સોસાયટીથી મફતીયાપરામાં અવર-જવર માટે શહેરીજનો લાંબા સમયથી મુશ્કેલી ભોગવી રહયા હતા, ભાદર નદીમાંથી પસાર થતાં જુના માર્કેટીંગ યાર્ડ પાછળના ભાગે ટ્રાફીકની સમસ્યા હંમેશા રહેતી હતી.
ટ્રાફીક સમસ્યાના નિરાકરણ અને ઈંધણની બચત રહે તેવા હેતુસર ભાદર નદી ઉપરના બ્રિજ બનાવવો અતિ જરૂરી હતો બ્રિજ માટે આગેવાનો, શહેરીજનો દ્વારા લાંબા સમયથી માંગણી કરવામાં આવતી હતી, માંગણીને ધ્યાને લઈ શહેરી વિકાસ વિભાગ સમક્ષ દરખાસ્ત રજુ કરવાથી શહેરી વિકાસ વિભાગે કામને મંજુરી આપી છે.
આ કામના ટેન્ડર સહીતની કામગીરી પુર્ણ થતાં કામને વહેલી તકે શરૂ કરવા ધારાસભ્ય અને મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ માર્ગ અને મકાન વિભાગના જવાબદાર અધિકારીઓને સૂચનાઓ કરી છે.
(9:32 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
