તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Wednesday, 4th December 2024
મોબાઈલ ફોનમાં કોની સાથે વાત કરો છો? પતિને પૂછનાર પત્નિને મળ્યું મોત
અન્ય મહિલા સાથે આડા સંબંધમાં હત્યા, આરોપી પતિ બસમાંથી ઝડપાયો

(વિનોદ ગાલા દ્વાા) ભુજ તા. ૪ :.. મેટ્રો અર્બન સિટી હોય કે નાના શહેરો અથવા ગ્રામ્ય વિસ્તારો હોય આજે એકસ્ટ્રા મેરેટિયલ અફેર એટલે કે લગ્નેત્તર સબંધોનું પ્રમાણ અને અને કારણે થતા ગુનાનું પ્રમાણ વધી રહ્યું છે.
ભુજની નજીક આવેલા જદુરા ગામે શ્રમજીવી પરિવારના પતિ પત્ની વચ્ચે આવા જ એક મામલે થયેલ બોલાચાલીમાં પતિએ પત્નીની કરપીણ હત્યા નિપજાવી હતી. જદુરા ગામની સીમમાં લાકડા કાપી રહેલા સિદીક ઉંમર થેબા મોબાઈલ ફોન ઉપર વાત કરી રહ્યો હતો.
ત્યારે તેની સાથે જ લાકડા કાપી રહેલ પત્ની મુમતાઝે આ ફોન અંગે પૂછપરછ કરી અન્ય મહિલા સાથેના તેના અનૈતિક સંબંધ અંગે ટોકયો હતો. પત્નીના ટોકવાથી ઉશ્કેરાઈ થયેલ ઝઘડામાં પતિ સિદ્દીકે પત્ની મુમતાઝને પોતાના હાથમાં રહેલ કુહાડીના ઘા ઝીંકી ક્રૂરતાપૂર્વક કરપીણ હત્યા કરી તેનું મોત નિપજાવ્યું હતું.
બાદમાં પોતે નાસી છૂટયો હતો. જોકે, હત્યાના આ બનાવ બાદ માનકુવા પોલીસે તાત્કાલિક તપાસ કરતાં હત્યારો સિદ્દીક થેબા મુન્દ્રા તરફ ગયો હોવાનું અને ત્યાંથી અમદાવાદની બસમાં બેસી નાસી છૂટવાની પેરવીમાં હોવાનું ધ્યાને આવ્યું હતું. માનકુવા પોલીસે આ મામલે પૂર્વ કચ્છ એલસીબી ને જાણ કરતા ભચાઉ પાસે બસમાં થી તેની ધરપકડ કરાઈ હતી. (પ-૧૧)
(11:13 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
