<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th December 2024

મોટા દડવામાં માતાજીના મઢેથી દર્શન કરી નીકળેલા હરજીભાઇ પર પાઇપથી હુમલો

દિવાળીએ થયેલા મનદુઃખનો ખાર રાખી કુટુંબીઓ તૂટી પડયા

રાજકોટ તા. ૪: ગોંડલના મોટા દડવા ગામે રહેતાં યુવાન પર તે માતાજીના મઢેથી દર્શન કરીને નીકળ્‍યો ત્‍યારે કુટુંબી સગાએ પાઇપથી હુમલો કરી લોહીલુહાણ કરી નાખતા સારવાર માટે રાજકોટ ખસેડાયો છે.

મોટા દડવામાં રહેતો હરજીભાઇ રામભાઇ પરમાર (ઉ.વ.૪૧) ંરાતે દસેક વાગ્‍યે ગામમાં જ આવેલા પોતાના કુટુંબના મોગલ માતાજીના મઢે દર્શન કરવા ગયો હતો. ત્‍યાંથી બહાર નીકળી ઘરે જવા નીકળ્‍યો ત્‍યારે મઢ નજીક જ કુટુંબી સગા અશોક પારઘી, વીરાભાઇ, નીતાબેન સહિતનાએ આવી લોખંડના પાઇપથી હુમલો કરી માથા શરીરે ઘા મારતાં લોહી નીકળવા માંડયા હતાં. દેકારો થતાં બીજા લોકો ભેગા થઇ જતાં ત્રણેય ભાગી ગયા હતાં. હરજીભાઇને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, તોૈફિકભાઇ જુણાચે આટકોટ પોલીસને જાણ કરી હતી.

હરજીભાઇ હીરા ઘસી ગુજરાન ચલાવે છે. તેના કહેવા મુજબ દિવાળી વખતે માતાજીના મઢે કામ કરવા મામલે બોલાચાલી થઇ હતી. તેનો ખાર રાખી કુટુંબીઓએ હુમલો કર્યો હતો.

(11:14 AM IST)