<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th December 2024

ગુજરાતને વૈશ્વિક સ્‍તરે વધુ એક સિદ્ધિઃ ભૂજના સ્‍મળતિ વન ભૂકંપ મેમોરિયલ મ્‍યુઝિયમને વર્લ્‍ડ ક્‍લાસ ઈન્‍ટિરિયરનો યુનેસ્‍કોનો પ્રિક્‍સ વસેંઇલ્‍સ એવોર્ડ

પેરિસમાં યુનેસ્‍કો હેડ ક્‍વાર્ટરમાં આયોજિત સમારોહમાં રાજ્‍યમંત્રી જગદીશ વિશ્વકર્માએ એવોર્ડ સ્‍વીકાર્યો

( વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૪ :. વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્‍યમંત્રી શ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલના નેતળત્‍વમાં ગુજરાતની વૈશ્વિક ગૌરવ સિદ્ધિમાં વધુ એક યશકલગીનો ઉમેરો થયો છે.

કચ્‍છ-ભૂજના સ્‍મળતિવન મ્‍યુઝિયમને તેના ઇન્‍ટિરિયર્સ માટે યુનેસ્‍કોનું પ્રતિષ્ઠિત પ્રિક્‍સ વર્સેઇલ્‍સ ૨૦૨૪ વર્લ્‍ડ ટાઈટલ એનાયત કરવામાં આવ્‍યું છે. પેરિસમાં યુનેસ્‍કો હેડ ક્‍વાર્ટર ખાતે યોજાયેલા સમારોહમાં ગુજરાતને એનાયત થયેલો આ એવોર્ડ રાજ્‍ય સરકાર વતી રાજ્‍યમંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માએ GSDMAના CEO શ્રી અનુપમ આનંદ સાથે સ્‍વીકાર્યો હતો. મુખ્‍યમંત્રી શ્રી ભૂપેન્‍દ્ર પટેલે આ ગૌરવ સિદ્ધિ માટે સ્‍મળતિવનની સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્‍યા છે.

ઉલ્લેખનીય છે કે, UNESCO ખાતે પ્રતિ વર્ષ જાહેર કરવામાં આવતા આર્કિટેક્‍ચર અને ડિઝાઈન ક્ષેત્રના પ્રતિષ્ઠિત પ્રિક્‍સ વર્સેઇલ્‍સ (Prix Versailles) એવોર્ડ અંતર્ગત ભુજના આ સ્‍મળતિવન ભૂકંપ મેમોરિયલ મ્‍યુઝિયમને ૨૦૨૪ના વર્ષની શરૂઆતમાં વિશ્વના ૭  સૌથી સુંદર મ્‍યુઝિયમ્‍સની યાદીમાં સ્‍થાન મળ્‍યું હતું.

હવે, વૈશ્વિક મંચ પર સાંસ્‍કળતિક સીમાચિホ તરીકે પોતાનું સ્‍થાન વધુ મજબૂત કરીને પ્રિક્‍સ વર્સેલ્‍સ ૨૦૨૪ વર્લ્‍ડ ટાઇટલ મેળવીને સ્‍મળતિવન મ્‍યુઝિયમે આ અંતિમ એવોર્ડ-સન્‍માન ગૌરવ પ્રાપ્ત કર્યું છે. આ પ્રિક્‍સ વર્સેલ્‍સ એ વૈશ્વિક આર્કિટેક્‍ચર અને ડિઝાઇન એવોર્ડ છે અને વિવિધ શ્રેણીઓમાં અસાધારણ સિદ્ધિઓ માટે એનાયત કરવામાં આવે છે. મ્‍યુઝિયમ, એરપોર્ટ, કેમ્‍પસ, પેસેન્‍જર સ્‍ટેશન, રમતગમત સુવિધાઓ, એમ્‍પોરિયમ, હોટેલ્‍સ અને રેસ્‍ટોરન્‍ટનો તેમાં સમાવેશ થાય છે. ગુજરાતમાં ૨૬ જાન્‍યુઆરી, ૨૦૦૧ના ગોઝારા ભૂકંપે જ્‍યારે કચ્‍છને ઘમરોળી નાખ્‍યું હતું, તે સમયે તેમાં જીવ ગુમાવનારા નાગરિકોના સ્‍મરણમાં સ્‍મળતિવન ભૂકંપ સ્‍મારકનું નિર્માણ વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી કરવામાં આવ્‍યું છે. ૨૮ ઓગસ્‍ટ, ૨૦૨૨ના રોજ વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ આ સ્‍મારકનું લોકાર્પણ કર્યું હતું. સ્‍મળતિવનનું આર્કિટેક્‍ચર ઐતિહાસિક ભુજિયો ડુંગર સાથે સુમેળભર્યું સંકલન કરે છે, તેમાં મુલાકાતીઓને આપત્તિની તૈયારી અને શક્‍તિ અંગે શિક્ષિત કરવા માટે રચાયેલી ઇમર્સિવ ગેલેરીઓ રાખવામાં આવી છે. મ્‍યુઝિયમની અનન્‍ય ડિઝાઇન અને હેતુ હવે આંતરરાષ્‍ટ્રીય મંચ પર સ્‍વીકળત થયો છે, આ ગુજરાત અને ભારત બંનેનું વૈશ્વિક સ્‍તરે સન્‍માન છે.ગુજરાત રાજ્‍ય આપત્તિ વ્‍યવસ્‍થાપન સત્તામંડળ ( GSDMA) દ્વારા, કચ્‍છ કલેક્‍ટર કચેરીની વહીવટી સહાયથી વિકસાવવામાં  આવેલું સ્‍મળતિવન કુશળતા અને વિઝનના સહિયારા પ્રયાસને પ્રતિબિંબિત કરે છે. સ્‍મળતિવન એ પડકારો સામે લડવાની કચ્‍છની ખુમારીની યશોગાથા છે, આપદા સામે અડીખમ રહેવાના ખમીરની કહાણી છે, રાખમાંથી ફરી બેઠા થવાની કિર્તીકથા છે, શૂન્‍યમાંથી સર્જનનું ચિત્ર રજૂ કરતો એક જીવંત દસ્‍તાવેજ છે.

વડાપ્રધાનશ્રીના વિઝનને અનુરૂપ નિર્માણ થયેલું સ્‍મળતિવન ભુજના ભુજિયો ડુંગર પર ૪૭૦ એકર વિસ્‍તારમાં ફેલાયેલું છે. અહીં, વિશ્વના સૌથી વિશાળ મિયાંવાકી જંગલમાં ૩ લાખ વળક્ષો છે. ઉપરાંત ભૂકંપમાં મળત્‍યુ પામેલે લોકોને શ્રદ્ધાંજલિરૂપે કુલ ૧૨,૯૩૨ પીડિત નાગરિકોના નામની તકતી, અહીં નિર્માણ થયેલા ૫૦ ચેકડેમની દીવાલો લગાવવામાં આવી છે.

આ ઉપરાંત સન પોઇન્‍ટ, ૮ કિમી લંબાઇના ઓવરઓલ પાથવે, ૧.૨ કિમી આંતરિક રોડ, ૧ મેગાવોટ ક્ષમતાનો સોલાર પાવર પ્‍લાન્‍ટ, ૩ હજાર મુલાકાતીઓ માટે ર્પાકિંગ, ૩૦૦થી વધુ વર્ષ જૂના કિલ્લાનું નવિનીકરણ, ૩ લાખ વળક્ષોનું વાવેતર, સમગ્ર વિસ્‍તારમાં ઇલેક્‍ટ્રિક લાઇટિંગ અને ૧૧,૫૦૦ ચોરસ મીટરમાં ભૂકંપને સમર્પિત મ્‍યુઝિયમનો સમાવેશ થાય છે. ૨૦૦૧માં આવેલા ભૂકંપની અનુભૂતિ કરવા માટે એક વિશેષ થિયેટરનું નિર્માણ કરવામાં આવ્‍યું છે, જ્‍યાં ધ્રુજારી અને ધ્‍વનિ તથા પ્રકાશના સંયોજનથી એક વિશેષ પરિસ્‍થિતિનો અનુભવ કરાવવામાં આવે છે. ૩૬૦ ડિગ્રી પર પ્રોજેક્‍શનની મદદથી ૨૦૦૧માં આવેલા ભૂકંપની અનુભૂતિ કરી શકાય છે. કચ્‍છ આવનારા ઙ્કવાસીઓ માટે આ સ્‍મળતિવન મ્‍યુઝિયમ જોવાલાયક સ્‍થળ તરીકે આકર્ષણ બન્‍યું છે.

(11:14 AM IST)