<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th December 2024

આજે તાપમાન વધ્‍યુ!

હવામાન વિભાગે ઓણસાલનો શિયાળો સામાન્‍ય રહેવાની આગાહી કરી છે.

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર, તા.૪: નવેમ્‍બર પૂરો થતા જ રાત્રિના તાપમાન ઘટીને કડકડતી ઠંડીનો અહેસાસ ત્રણેક રાત્રિઓ સુધી થયા બાદ આજે આશરે સરેરાશ બે ડીગ્રી જેટલું તાપમાન ઉંચે ગયુ છે. ઠંડીમાં થોડો ઘટાડો નોંધાયો છે.

શિયાળો શરૂ થવા પૂર્વે વધુ પડતા વેધર એનાલીસિસ્‍ટોએ જાહેર કર્યુ હતુ કે, ઓણસાલ અલનિનોનો પ્રભાવ રહેશે. જેને કારણે શિયાળામાં અતિ કાતિલ ઠંડી પડશે. જો કે આ બધા એનાલીસીસ અને ધારણાઓથી વિપરીત ગઈ કાલે જ ભારતીય હવામાન વિભાગે જાહેર કર્યુ હતુ કે ઓણસાલનો શિયાળો સામાન્‍ય રહેશે. અર્થાત શિયાળા દરમ્‍યાન અતિ રૌદ્દ કે કાતિલ ઠંડી નહીં પડે ને વાસ્‍તવિક રૂપે અનુભવાઈ પણ રહ્યું છે

(11:25 AM IST)